ભાવનગર રેલ્વે મંડળના ટિકિટ ચેકીંગ સ્ટાફની જાગરૂકતાને કારણે ઘરથી ભાગી ગયેલી એક સગીર છોકરીને તેના સંબંઘીઓના સાંેપવાની સરાહનીય કામગીરી રેલ કર્મચારીઓ દ્વારા કરવામાં છે. ભાવનગર રેલ્વે મંડળ હેઠળ કાર્યરત સોમનાથના ડેપ્યુટી ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર એસ.એમ. મીનાની ફરજ દરમ્યાન ઘરથી ભાગી ગયેલી સગીર છોકરીને તેના પરીવારના સભ્યોને સોંપવામાં આવેલ છે. જેની વિગતો મુજબ થોડા દિવસો પહેલા ટિકીટ ઇન્સ્પેકટર મીના જબલપુર-સોમનાથ સ્પેયલલ ટ્રેન (૦૧૪૬૬) માં ફરજ બજાવતા હતા ત્યારે ટ્રેનની સ્લીપર કોચમાં આશરે ૧૪ થી ૧૫ વર્ષની એક સગીર છોકરી ટિકીટ વગર મળી હતી. તે સગીર છોકરીને એકલી અને ટિકિટ વિના જાેઇને સ્ટાફે તેની પૂછપરછ કરતા સગીર છોકરી પ્રેમમાં નિષ્ફળ જતા તે ઘરેથી કોઇને કહયા વગર નિકળી ગઈ હોવાનું જાણવા મળેલ હતું. જેથી ટિકીટ ઇન્સ્પેકટર મીનાએ તુરત ટ્રેનમાંથી જ આરપીએફ અને જીઆરપીને જાણ કરી હતી. ત્યાજબાદ સગીર છોકરીને જૂનાગઢમાં આઈપીએફ અને ચાઇલ્ડ કેર એનજીઓને સોંપવામાં આવી હતી. ત્યાંથી સગીરા પાસેથી તેના પરીવારજનોને વિગતો જાણી ટેલીફોનીક સંપર્ક કરી જૂનાગઢ ખાતે બોલાવવામાં આવેલ
હતા. ત્યારબાદ રેલ્વે પોલીસે જરૂરી કાર્યવાહી કરીને સગીર છોકરીનો કબ્જાે તેના પરીવારના સભ્યોને સોંપેલ હતો. રેલ્વેના ટિકીટ ચેકીંગ સ્ટાફની સર્તક કામગીરીને રેલ પ્રબંધક પ્રતીક ગોસ્વામી, માશુક અહમદે પ્રશંસા કરી આવી જાગૃકતા તમામ રેલ કર્મચારીઓએ રાખવી જાેઇએ તેવી અપીલ કરી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews