Thursday, June 24

ભાજપ સરકારે વિજ કંપનીની તિજાેરી ભરી દીધી : કોંગી ધારાસભ્ય વંશ

0

ગુજરાત વિધાનસભા બજેટ સત્રમાં અંદાજપત્રની ચર્ચા દરમ્યાન વિરોધપક્ષ કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય પૂંજાભાઈ વંશે ભાજપ સરકારના ઉદ્યોગપતિઓ પ્રત્યેના પ્રેમનો મુદ્દો ઊઠાવી આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, વીજ ઉત્પાદનની ખાનગી કંપની સાથે સરકારે રપ વર્ષના કરાર કર્યા બાદ તેને અધવચ્ચે બદલી તમાં વીજ દર વધારો કરી આપ્યો જેના થકી ખાનગી કંપનીને ટૂંકા સમયગાળામાં જ અંદાજે રૂા.ર૦૦૦ કરોડનો ફાયદો થવા પામ્યો હતો. આ ઉપરાંત ઉદ્યોગો માટે લાલજાજમ પાથરતી સરકાર પ્રજાના પરસેવાની કમાણીના પૈસે ઉદ્યોગોના ગંદા પાણીના દરિયામાં નિકાલ માટે કરોડો રૂપિયા ખર્ચ કરે છે, તે તો ઠીક દરિયામાં આ જતા પાણીને લઈ દરિયાઈ જીવ સૃષ્ટિ સહિત પર્યાવરણને ભારે નુકસાનજનક હોવાનું પણ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews