દેશમાં નવા ઉચ્ચ મધ્યમ વર્ગની ઓળખ સંખ્યા ૬.૩૩ લાખ : કરે છે ૨૦ લાખની બચત

0

દેશમાં વધી રહેલા કરોડપતિઓ વચ્ચે એક નવા મધ્યમ વર્ગની ઓળખ કરવામાં આવી છે. હુરન ઈન્ડીયા વેલ્થ રીપોર્ટ ૨૦૨૦ અનુસાર આવા વર્ગની સંખ્યા ૬.૩૩ લાખ છે. આ વર્ગને એવા લોકોમાં સામેલ કરવામાં આવ્યા છે જેમની વાર્ષિક સરેરાશ બચત ૨૦ લાખ રૂપિયા હોય. ખાસ વાત એ છે કે આ લોકો પોતાની સંપત્તિનો સૌથી વધુ હિસ્સો જમીન, મકાન અને ગાડી ઉપર ખર્ચ કરે છે. રીપોર્ટમાં એવું જણાવાયું છે કે, દેશમાં ૪.૧૨ લાખ એવા લોકો પણ છે જેમની કુલ સંપત્તિ ઓછામાં ઓછી ૭ કરોડ રૂપિયા છે. ૧૦૦૦ કરોડની સંપત્તિવાળા લોકોની સંખ્યા ૩૦૦૦ છે. મધ્યમ વર્ગમાં વાર્ષિક ૨.૫ લાખ રૂપિયા કમાતા પરિવારોને રાખવામાં આવેલ છે જેમની સંખ્યા ૫.૬૪ કરોડ છે. જેમની કુલ સંપત્તિ ૭ કરોડથી ઓછી છે. રીપોર્ટમાં દેશના તમામ આવક વર્ગને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવેલ છે. પ્રથમ ઓછી કમાણી કરનાર વર્ગ જેમની મોટાભાગની આવક નોકરી, બેંક એફડી, રીયલ એસ્ટેટ અને શેરબજારમાં રોકાણ ઉપર ર્નિભર છે. બીજુ વધુ કમાનારા વર્ગ કે જેમની આવકનો મુખ્ય સ્ત્રોત રીયલ એસ્ટેટમાં મોટાપાયે રોકાણ, વેપાર અને ઘરેલું તથા વિદેશી બજારમાં નિવેશ છે. હુરનના રીપોર્ટ અનુસાર ભારતમાં ૯.૧૨ લાખ કરોડપતિ છે. આ સંખ્યા વિશ્વના કુલ ૫.૧૯ કરોડ કરોડપતિઓના મુકાબલે માત્ર ૨ ટકા છે. આ સિવાય અતિ ધનવાનોની સંખ્યાના મામલામાં અમેરિકા, ચીન અને જર્મની બાદ ભારત ચોથા સ્થાને છે. દેશમાં કુલ ૪૫૯૩ અતિ ધનવાન છે. શહેરોના હિસાબથી મુંબઈમાં સૌથી વધુ ૧૬૯૩૩ કરોડપતિ છે. જ્યારે દિલ્હીમાં ૧૬૦૦૦, કોલકતામાં ૧૦૦૦૦, બેંગ્લોરમાં ૭૫૮૨ અને ચેન્નઈમાં ૪૬૮૫ છે. સર્વેમાં ૭૨ ટકા કરોડપતિઓએ રોકાણ રીયલ એસ્ટેટ અને શેરબજારમાં કર્યું છે. તેઓ વિદેશમાં બ્રિટન પછી સ્વીસ અને અમેરિકા જવા માંગે છે. લકઝરી કારમાં મર્સિડીસ સૌથી વધુ પસંદગીની કાર છે. ૧૦ રાજ્યો એવા છે જ્યાં દેશના ૭૦.૩ ટકા કરોડપતિ પરિવાર રહે છે. મહારાષ્ટ્રમાં ૫૬૦૦૦, યુપીમાં ૩૬૦૦૦, તામીલનાડુમાં ૩૫૦૦૦, કર્ણાટક ૩૩૦૦૦, ગુજરાતમાં ૨૯૦૦૦ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews