જૂનાગઢ-સૌરાષ્ટ્ર સહીત રાજયભરમાં બીએસએનએલ ઈન્ટરનેટ સેવા ખાડામાં

0

છેલ્લા એક મહિનાથી જૂનાગઢ સહિત રાજયમાં બીએસએનએલની ઈન્ટરનેટ સેવા ખોરંભે (ખાડામાં) પડી છે. ર૧મી સદીનાં યુગમાં આજે તમામ સરકારી/ બિન સરકારી કે ટેન્ડર / પૈસાની લેતી દેતી ડીઝીટલ માધ્યમ (ઈન્ટરનેટ) સેવાથી થાય છે પરંતુ ભારતમાં ઈન્ટરનેટ સેવા હજુ ર-જી ફોર્મેટમાં જ ચાલે છે તેમ કહેવામાં કોઈ અતિશિયોકતી નથી.
કેન્દ્ર સરકાર / રાજય સરકાર ભલે કહે કે ભારતમાં ઈન્ટરનેટ બીપીએસની સ્પીડ ૪-જી છે પરંતુ વપરાશ કરનાર અને ઈન્ટરનેટ પ્રોવાઈડ કરતી એજન્સી કે ખુદ સરકારની બીએસએનએલ હજુ ર-જી બીપીએસ સ્પીડમાં જ ચાલે છે. અત્યારે તમામ ફોર્મેટ ડીઝીટલ માધ્યમથી થાય છે તો શું ર-જીની સ્પીડ ચાલે ? જાે આ પ્રમાણે ચાલે તો એક ફોર્મેટ ડીઝીટલથી કામગીરી કરતા ૪ કલાક લાગે તેની સામે ફોન તો ચાલુ જ રહે છે તેનો વ્યય મીટર ફરતું હોય તે અલગ. બીલ ઝડપથી ભરવાનું તો કહે છે પરંતુ ભારતમા ઈન્ટરનેટની સ્પીડ તથા સેવા માટે લોકોને વધુ પરેશાની થાય છે. અધુરામાં પુરૂ રાજયમાં ખાડા ખોદાય છે તે ઢંગ ધડા વગરનાં કહે છે કે પ-જીનાં કેબલ નખાય છે પરંતુ એક વખત કેબલ પાથરવામાં ત્રણ -ત્રણ વખત ખાડો ખોદાય છે તે લોકોનાં પૈસાનો વ્યય છે ને ? બીજી તરફ લોકલ જૂનાગઢ મ્યુની દ્વારા ગટરની પાઈપ લાઈન, પાણીની પાઈપ લાઈન, ગેસની પાઈપ લાઈન, ટેલીફોન કેબલ નાખવા માટે વધુ એક -બે વખત ખાડા ખોદવામાં આવે છે જે લોકોનાં પૈસાનું પાણી થાય છે. આમ પણ ર્દિધ દ્રષ્ટીવાળા એન્જીનીયરો ર૧ મી સદી હવે છે જ નહી કે શું ? જે કામગીરી સાથે મળીને એક જ વખતમાં થઈ શકતું હોય તે પાંચ – પાંચ વખત એ જ જગ્યાએ એજ વસ્તુ આવીને ઉભી રહે છે. અંતે તો લોકોને જ પરેશાની છે. આ પ્રશ્ને ચોકકસ નિયમો અને ગાઈડલાઈન હોવી જરૂરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!