કેશોદ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ૯ વોર્ડના ૩૬ ઉમેદવારોમાંથી ભાજપના ૩૦ અને કોંગ્રેસના ૬ ઉમેદવારો વિજેતા થયા હતા. જેમાં ભાજપના ૧૬ મહીલા તથા ૧૪ પુરષ ઉમેદવાર વિજેતા થયા હતા. પ્રથમ અઢી વર્ષ સામાન્ય સ્ત્રી બીજા અઢી વર્ષ પુરૂષ પ્રમુખ પદ સંભાળશે જેમાં આજરોજ ડે. કલેકટરની ઉપસ્થિતિમાં મીટીંગ મળી હતી જેમાં કુલ ૩૬ ઉમેદવારોમાંથી ભાજપના ૨૯ અને કોંગ્રેસના ૬ ઉમેદવારો હાજર રહ્યા હતા. જયારે એક ઉમેદવારનો રજા રીપોર્ટ હતો. પ્રથમ અઢી વર્ષ સામાન્ય સ્ત્રી નગરપાલિકા પ્રમુખ પદ તરીકે વોર્ડ નંબર એકના ભાજપના ઉમેદવાર લાભુબેન પીપલીયાની નિમણુંક કરવામાં આવેલ હતી. જ્યારે વોર્ડ નંબર આઠના ઉમેદવાર ગૌરાંગ વ્યાસની નગરપાલિકા ઉપપ્રમુખ તરીકે નિમણુંક થતા નવ નિયુક્તિ નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખને હોદેદારોએ શુભેચ્છાઓ પાઠવી ચાર ચોકમાં ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews