જૂનાગઢ સહિત સોરઠમાં ઉનાળાની આકરી ગરમીનો પ્રભાવ

0

જૂનાગઢ શહેરમાં હવે ઉનાળાની ગરમીનો પ્રભાવ જાેવા મળી રહ્યો છે. ગઈકાલે મહત્તમ તાપમાનમાં વધારો થઈ ૩૮.પ ડિગ્રીએ પહોંચતાં શહેરીજનોને આકરી ગરમીનો સામનો કરવો પડયો હતો. ગરમીમાં વધારાને લઈ બપોરના સમયે ગરમ લૂ ફેંકાતાં વાહનચાલકો અને રાહદારીઓની કફોડી હાલત થઈ હતી. જૂનાગઢ શહેરમાં ગઈકાલે હીટવેવની ભારે અસર વર્તાતાં લોકોએ અકળામણનો અહેસાસ કર્યો હતો અને બપોરના સમયે શહેરના માર્ગો તથા ગ્રામ્ય માર્ગો સુમસામ બન્યા હતા. ગરમીમાં વધારો થવાને પગલે લોકોએ જરૂરી કામ સિવાય બહાર નિકળવાનું ટાળ્યું હતું અને શહેરના તથા ગ્રામ્ય માર્ગો ઉપર કરફયુ લદાયો હોય તેવો માહોલ નજરે પડયો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews