માણાવદરમાં વિનામૂલ્યે આપેલા ચણામાં બેફામ જીવાત નીકળતા લોકોમાં રોષ

0

માણાવદર શહેરમાં છેલ્લા ઘણાં દિવસોથી સરકારશ્રી દ્વારા આમ જનતાને રેશનકાર્ડમાં વિનામૂલ્યે ચણાનું વિતરણ કરવામાં આવી રહયું છે. જેમાં નરેન્દ્રભાઈ પારધી નામના રેશનકાર્ડ ધારકે ચણા લીધા તેમાં બેફામ જીવાત તથા સડેલા ચણા આપવામાં આવતા તાત્કાલીક મિડીયાનો સંપર્ક કરતા આ વાત બહાર આવી હતી. ત્યારબાદ ઈન્ચાર્જ મામલતદારને રૂબરૂ ચણા બતાવતા તેઓએ પણ ચણામાં જીવાત અને સડેલા હોવાનું સ્વીકારી તાત્કાલીક આ ચણાનું વિતરણ બંધ કરવામાં આવ્યું હતું. ત્યારે ખુદ સરકાર જ માનવ જીંદગી સાથે ચેડા કરતી હોય તેની ફરીયાદ કયાં કરવી? તેવો લોકોમાંથી પ્રશ્ન ઉઠી રહયો છે. આવા સડેલા ચણાનું વિતરણ કઈ કઈ દુકાને કરાયું તેની તપાસ કરવામાં આવે તેવી માંગણી આમ જનતામાંથી ઉઠવા પામી છે. અને તાકીદે રેશનકાર્ડમાં શુધ્ધ અનાજ વિતરણ કરવામાં આવે તેવી લોકમાંગણી ઉઠવા પામી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!