જૂનાગઢ ક્રિકેટ એસો.ના બેસ્ટમેન કચ્છીએ ૧૩૭ બોલમાં ૧૩ર રન ફટકાર્યા

0

હાલ જયારે અમદાવાદ ખાતે ક્રિકેટનો જંગ ચાલી રહ્યો છે ત્યારે ક્રિકેટ પ્રેમીઓનું ધ્યાન આ મેચ ઉપર કેન્દ્રીત થયું છે. જૂનાગઢ શહેરમાં પણ ક્રિકેટ શોખીનો છે તેમજ ક્રિકેટની રમતમાં પોતાનું કૌશલ્ય દાખવનારા ખેલાડીઓ પણ છે. આવો જ એક ખેલાડીની વાત કરવી છે. વોફી ડાયમંડભાઈ કચ્છી જે જૂનાગઢ ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોસીએશનના ઓપનીંગ બેસ્ટમેન છે જેને ગઈકાલે પોરબંદર રૂરલ ક્રિકેટ એસોસીએશનની ટીમ સામે ૧૩૭ બોલમાં ૧૩ર રન ફટકારી નોટઆઉટ રહેલ અને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવેલ. આ ઉપરાંત રિધમ નકુમે ૮૦ રન કરી નોટઆઉટ રહેલ છે. આ બન્ને ખેલાડીઓના પ્રયાસ થકી તેની ટીમ પ૦ ઓવરમાં ર૮૯નો રનનો ઝુમલો કરવામાં પહોચી ગઈ હતી. આ મેચ ગઈકાલ તા.૧૬/૩/ર૦ર૧ના પોરબંદરના દિલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રમાઈ હતી. જેમાં પોરબંદર રૂરલ તરફથી અર્જુન કોડીયાતરે બે વિકેટ લીધેલ તેમજ પોરબંદર રૂરલ ડિસ્ટ્રીકટની ટીમ ૧૪૯ રનમાં ઓલ આઉટ થઈ હતી. હરદેવ બાબરીયાએ બે વિકેટ અને મારવિન જાવીયા અને કબીર પટેલે એક એક વિકેટ લીધેલ હતી. જૂનાગઢ જીલ્લાની ટીમે ગઈકાલે પોરબંદર સીટી સામે તથા પોરબંદર રૂરલ સામે જીતીને પોતાનું સ્થાન જમાવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!