કેન્દ્ર શાસિત દિવના રાજવી પરિવારે તુલસીશ્યામ ધામે રાજ શોક ભાંગ્યો

0

દિવ સ્ટેટના રાજવી પરિવારના ઠાકોર સાહેબ વિજયસિંહજીને કરણીસેના દ્વારા તથા શૈલેશસિહ પરમારે મિઠા મોઢા કરાવીને રાજ શોક ભાંગ્યો હતો. તા.૨૪ / ૨ /ર૦ર૧ના રોજ લખુભા શિવુભા વાઘેલાનું અવસાન થયેલ હતું. દિવ સ્ટેટના રાજવી ઠાકોર સાહેબના બાપુજી સ્વર્ગવાસ થયેલ એટલે સવા મહિના પછી પરંપરા મુજબ કનકાઈ જાગીરના ઠાકોર સાહેબ અને કનકસેનજી પરમારના વારસદાર ભાયાતોએ ગીરગઢડા તાલુકાના તુલસીશ્યામ તીર્થ ધામે કનકાઈ જાગીરના પરમાર રાજપુતોને સાફો તલવાર ભેટ આપીને તેમજ મીઠાં મોઢા કરાવીને શોક ભાંગ્યો હતો તેમજ દિવ સ્ટેટના રાજવી પરિવાર અને દિવ સ્ટેટના કાકા સાહેબ ભરસિંહજી, દાદા સાહેબ દિલીપસિંહજી, જાજમેર જાગીરના રાઠોડ પરીવાર પણ હાજર રહેલા હતા. સમાજના આગેવાનો તથા કરણીસેના અને શૈલેશસિંહ પરમાર દ્વારા તુલસીશ્યામ મંદિર ખાતે દિવ સ્ટેટના ઠાકોર સાહેબ વિજયસિંહજીને મીઠા મોઢાં કરાવી રાજ શોક ભાંગ્યો હતો અને ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી હતી કે દેશના દરેક નાગરીકોને કોરોનાથી મુકત રાખે અને ભારત દેશ હમેશાં પ્રગતિઓ સર કરે અને સર્વજનના સારા આરોગ્યની પ્રાર્થના કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews