સોમનાથના પવિત્ર ત્રિવેણી સંગમ તટે પરંપરાગત રીતે સંત ભંડારો યોજાયો

0

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ ર્તિથના પવિત્ર ત્રિવેણી સંગમે પ્રાચીન પરંપરા મુજબ ત્રિવેણી તટના સ્મશાન ઘાટ મહાકાલી મંદિરે ગીરનાર ભવનાથ ખાતે મહાશિવરાત્રીએ આવેલ ભારતભરના જુદા જુદા અખાડાઓના સંતો-મહંતો, સાધુ ગણોએ પધરામણી કરી આ પ્રસંગે સંત ભંડારો યોજાયો અને જેની વિગત આપતા જુના અખાડા સંત દોલતગીરીજીબાપુ તથા મહાકાલી મંદિરના મહંત તપસી બાપુએ જણાવ્યુ કે, ભારતભરના ૧૩થી પણ વધુ અખાડાઓના સંતો અહીં આવેલ છે જેમાં શ્રીપંચ અગ્નિ અખાડા, નિરંજની અખાડા, આનંદ અખાડા, નિર્વાણી અખાડા, અટલ અખાડાનો સમાવેશ થાય છે. દર વરસે આ તમામ અખાડાના સંતો શિવરાત્રી ઉપર ગીરનાર ભવનાથમાં આવે છે જયાં ભજન-કિર્તન સત્સંગ, તપસ્યાઓ કરે છે અને મેળો પૂર્ણ થતા સાધુઓ સતાધાર અને નજીકના સોરઠના ર્તિથોના દર્શન-પૂજન, ર્તિથયાત્રા કરી સોમનાથ સ્મશાનઘાટ સ્થિત મહાકાલી મંદિરે સમુહમાં આવે છે. જયાં શાંતાનંદગીરીજી મહારાજ, મહંત તપસીબાપુ ભવ્ય ભંડારો યોજે છે જેમાં મહંત દોલતગીરીજી મહારાજ, સેક્રેટરી મહંત રામેશ્વર પુરીજી મહારાજ, કમલનાથગીરીજી મહારાજ સહીત ૧૩ અખાડાના સંતો ભંડારા-ભોજન પ્રસાદમાં ભાગ લે છે અને તે પૂર્ણ કરી સર્વ સાધુઓ-સંતો પોત પોતાના સ્થાનકોએ અથવા કુંભ મેળામાં જવા નીકળી પડે છે. જાે કે, ચાલુ વર્ષે કોરોના સંક્રમણ હોઈ આગલા વર્ષો કરતા ઓછા સંતો આવ્યા છે પરંતુ પરંપરા જળવાઈ રહી છે. આવેલ સંતોએ સોમનાથ મહાદેવ મંદિર દર્શન, પવિત્ર ત્રિવેણી સ્નાન, ભાલકા ,ગીતા મંદિર અને પ્રભાસ ર્તિથના વિવિધ મંદિરોના દર્શન પુણ્ય પ્રાપ્ત કર્યું હતું. સંત મિલન પ્રસંગે વેરાવળના ઉત્તમભાઈ મેઘાણી તથા તેના સ્વયંસેવકોની ટીમ મેડીકલ દવાઓ અને સાધનો સાથે તાકીદે કંઈ જરૂર પડે તો સેવા કરવા ખાસ મુકામ કરી ખડે પગે સેવા બજાવી હતી તો પ્રભાસના ડો.આર.ડી. સાવલીયા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!