ભાણવડ નજીકથી ડ્રગ્સનાં વિશાળ જથ્થા સાથે મુંબઈનો શખ્સ ઝડપાયો

0

ભાણવડ પંથકમાં પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલીંગ દરમ્યાન સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ કિશોરભાઈ ડાંગર તથા નિલેશભાઈ કારેણાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડ નજીકના ત્રણ પાટિયા રોડ ઉપર આવેલા એક બસ સ્ટેન્ડ પાસે રહેલા મૂળ ભાણવડના રહીશ અને હાલ મહારાષ્ટ્રના મુંબઈના મીરા રોડ ખાતે રહેતા તથા કાપડનો ધંધો કરતાં મહંમદહુશેન અલી રિંડાણી નામના ૫૪ વર્ષના શખ્સની અટકાયત કરવામાં આવી હતી. એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં પોપટ બનેલા આરોપી મહમદહુશેનએ પોતાની પાસે રહેલું એમ.ડી. ડ્રગ્સ પોલીસે કાઢી આપતાં પોલીસે ૧૨૪.૫ ગ્રામ ડ્રગ્સ કબજે કર્યું હતું. આ સમગ્ર કાર્યવાહીમાં પોલીસે ૧૨,૪૫,૦૦૦ ની કિંમતના એમ.ડી. ડ્રગ્સ ઉપરાંત રૂપિયા પાંચ હજારની કિંમતનો એક મોબાઈલ ફોન રૂપિયા ૭૫૦ રોકડા, ડ્રગ્સ માટે ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિકની નાની – મોટી કોથળી, પાન મસાલા વિગેરે મળી કુલ રૂપિયા ૧૨ લાખ ૫૧ હજાર ૩૫૮નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે આરોપીની અટકાયત કરી, કોરોના ટેસ્ટ બાદ વિધિવત્‌ રીતે ધરપકડની તજવીજ હાથ ધરી છે. આ પ્રકરણમાં થાણે વિસ્તારના નાલાસોપારાના રહીશ મુન્નાભાઈના માણસ સંતોષ તથા જામનગરના રહીશ અને ચોક્કસ મોબાઈલ નંબર ધરાવતા સિરાજ નામના બે શખ્સોના નામ પણ મદદગારી સબબ ખુલ્યા છે. જેને હાલ પોલીસે ફરાર ગણી આ શખ્સોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!