વેરાવળમાં વાણંદ યુવક બે દિવસની કમાણી આપશે, હિન્દુ-સંગઠને ફાળો એકત્ર કરવા મુહિમ શરૂ કરી

0

ગુજરાત રાજયમાં ગંભીર બિમારીથી પીડીત માસુમ બાઇક ધૈર્યરાજસિંહ રાઠોડને સારવાર માટે રૂા.૧૬ કરોડની કિંમતનું ઇન્જેકશન આપવાનું હોય જેના માટે ઠેર ઠેર લોકો, સંસ્થાઓ મુહિમ ચલાવી ફાળો એકત્ર કરવાની મુહિમ ચલાવી રહયા છે. ત્યારે સોમના ભૂમિ ઉપરથી એક વાણંદ કામ કરતા યુવકે પોતાની બે દિવસની કમાણીનું દાન આપી બાળકને મદદરૂપ બનવા અનોખી પહેલ કરી છે. જયારે વેરાવળ હિન્દુ યુવા સંગઠનએ દાન પેટી બનાવી શહેરમાં ફાળો એકત્ર કરવા મુહિમ શરૂ કરી છે. ધૈર્યરાજસિંહની મદદ માટે ગુજરાતભરમાં મુહિમ ચાલી રહી છે ત્યારે વેરાવળના વાણંદ કામ કરતા યુવકએ અનોખી પહેલ કરી છે. વેરાવળમાં એસટી રોડ ઉપર સલુનની દુકાન ધરાવતા જેશુખ રાઠોડ નામના યુવકે ગંભીર બિમારીથી પીડાતા ધૈર્યરાજસિંહના સારવાર ખર્ચમાં સહભાગી બનવા પોતાની બે દિવસની થનાર કમાણીનું અનુદાન કરશે. બે દિવસમાં હજામતના કામરૂપી જે રકમ મહેનતાણા રૂપ મળશે તે તમામ રકમ દાનમાં આપવાનું જણાવેલ છે. તો બીજી તરફ મહિસાગરના રાજદીપસિંહ રાઠોડના ૩ માસના પુત્ર ધૈર્યરાજસિંહને જીસ્છ-૧ નામક ગંભીર બીમારી છે. જેના ઈલાજરૂપે તે બાળકને ૧ વર્ષની અંદર એક ઇન્જેક્શન અપાવાનું છે જેની કિંમત રૂા.૧૬ કરોડ છે. ફૂલ નહીંતો ફૂલની પાંખડી પણ આપી મદદરૂપ બનીએના સુત્ર સાથે વેરાવળ હિન્દુ યુવા સંગઠનની ટીમે દાન પેટી બનાવીને વેરાવળ શહેરનાં અલગ અલગ વિસ્તારમાં ફાળો ભેગો કરવાની મુહિમ શરૂ કરી છે. જેમાં સંસ્થાના કાર્યકરો તમામ વિસ્તારોમાં દાન પેટી સાથે ફરી બાળકની મદદ માટે લોકોને પોતાની યથાશકિત મુજબ ફાળો આપવાની ગુહાર કરી રહયા છે. આ મુહિમને શહેરીજનો તરફથી સારો એવો આવકાર મળી રહયાનું પણ જાણવા મળી રહેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!