સોમનાથના વિવાદિત વિડીયો મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી, વાયરલ વિડીયો એક વર્ષ પહેલા બનાવ્યો હોવાનું સામે આવ્યું

0

સોમનાથ મહાદેવ મંદિરને લૂંટનાર મહમદ ગઝનવીને બિરદાવતો વિડીયો બનાવનાર વિધર્મી શખ્સ સામે સોમનાથ મંદિર ટ્રસ્ટના અધિકારીએ લેખીત ફરીયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તો બીજી તરફ વિધર્મી યુવકનો વધુ એક વિડીયો સામે આવ્યો છે. આ બીજા વિડીયોમાં વિધર્મી યુવક સોમનાથ ટ્રસ્ટ સહિતનાની માફી માંગી રહયો છે. ત્યારે આ મામલે પોલીસ તપાસમાં આગળ શું થાય છે તે જાેવાનું રહેશે. વાયરલ વિડીયો ગત વર્ષનો અને બહારની વ્યકિતએ બનાવ્યો હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં જણાય આવેલ છે. સોશ્યલ મિડીયા ઉપર સોમનાથ મંદિરના ઇતિહાસ વિષે હિન્દુ સમાજની લાગણીને ઠેસ પહોંચે તેવા ઉચ્ચારણવાળા ભડકાઉ એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોને લઈ હિન્દુ સમાજની લાગણી દુભાઈ હોવાનો શખ્સ સામે આરોપ છે. આ વિડીયો સોમનાથ મંદિરની પાછળના ભાગે દરિયા કિનારા ઉપર એક ચોકસ કોમના વિધર્મી યુવક દ્વારા પોતાના મોબાઈલમાં સેલ્ફી મોડમાં વિડીયો રેકોર્ડ કર્યો હતો. વાયરલ વિડીયોમાં તે બોલી રહ્યો છે કે સોમનાથ મંદિરને મહમદ ગજનવીએ લૂંટયું હતું જે શબ્દ બોલી ગજનવીના વખાણ કરી રહ્યો છે. આ વીડિયો વાઇરલ થતા ભારે ખળભળાટ મચ્યો છે. આ સમગ્ર મામલે સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા લેખીત ફરીયાદ આપી છે. જેના આધારે પ્રભાસપાટણ પોલીસે ઇશાર્દ રસીદ જાેઇનેડ નામના શખ્સ સામે આઇપીસી કલમ ૧૫૩ (એ), ૨૯૫ (એ) મુજબ ગુનો નોંધ્યો છે. જેની વિગતો મુજબ આરોપી ઇશાર્દ રસીદ જાેઈનેડ મોબાઇલ ફોનમાં વોટસએપ દ્વારા સોમનાથ મંદિર બાબતે પૂર્વ ઇતિહાસનું કથન કરી મહમદ ગઝનવી તથા મહમદ કાસિમે મંદિર ધ્વસ્ત કરેલાનું ઉલ્લેખ કરી તે સારૂ કામ જણાવીને તે પ્રકારનું કામ કરવા માટે ઉશ્કેરણી કરતો વિડીયો બનાવવી અને હિન્દુ લોકોની ધાર્મીક લાગણી દુભાય તેવા શબ્બદો ઉચ્ચારી બે ધર્મ કોમ વચ્ચે હુલ્લીડ ફાટી નિકળે તેવા શબ્દો ઉચ્ચારી ધાર્મીક લાગણી દુભાવી છે. વધુમાં સોમનાથ મંદિર નજીક વીડિયો બનાવનાર યુવક ઇર્ષાદ રસીદની યુટ્યુબ ઉપર ” ત્નટ્ઠદ્બટ્ઠંી ટ્ઠટ્ઠઙ્ઘૈઙ્મટ્ઠ રૈહઙ્ઘ ” નામનું એકાઉન્ટ ધરાવતી ચેનલ હોવાનો ફરીયાદમાં ઉલ્લેયખ છે. તેની યુ ટયુબ ચેનલનું એબાઉટ ચેક કરતા ઇશાર્દ રસીદ જાેઇન્ડ જુન, ૨૫-૨૦૧૬ અને ૬૦૫૧ વ્યુલસ લખેલુ જણાયેલ છે.
આ સમગ્ર મામલે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રીપાઠીએ પ્રતિક્રિયા આપતા કહેલ કે, આવો વિડીયો અમારા ધ્યાને આવેલ છે અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા ફરીયાદ આપી છે. આ વિડિઓ ગત વર્ષનો છે અને બહારની કોઈ વ્યક્તિએ અહી આવી આ વિડીયો બનાવ્યો હોવાનું પ્રાથમીક તપાસમાં જણાય આવેલ છે. આ સમગ્ર મામલે સાયબર ક્રાઈમ સ્પેયીશ્યલ બ્રાંચ સહીતની ટીમો તપાસ કરી રહી છે. એક તરફ સોમનાથના વાયરલ વિડીયો મામલે પોલીસ તપાસનો ધમધમાટ ચાલી રહયો છે. તો બીજી તરફ વિવાદીત વિડીયો બનાવનાર વિધર્મી યુવકનો વધુ એક વિડીયો સામે આવ્યો છે. જેમાં વિધર્મી યુવક સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓની માફી માંગી રહયો છે. આ વિધર્મી સ્થાનિક મિડીયા ચેનલો ઉપર વિડીયોને તોડી મરોડીને બતાવ્યાનો આરોપ લગાવી રહયો છે.
સોમનાથ ટ્રસ્ટની ફરીયાદનાં પગલે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાત્કાલીક એક ટીમ બનાવીને હરીયાણા રવાના કરવામાં આવી હતી. અને આ શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો અને તેને વેરાવળ લાવવા પોલીસ રવાના થઈ હોવાનું જાણવા મળે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!