શનિવારે કચ્છ ભચાઉ એસઆરપી કેમ્પમાં વિજ્ઞાન જાથાનો કાર્યક્રમ યોજાશે

0

કચ્છ ભચાઉ એસઆરપી ગ્રુપ-૧૬ પોલીસ કર્મીઓ, પરિવારો અને સ્થાનિક જાગૃત્તો માટેનો અંધશ્રધ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃત્તિ કાર્યક્રમનું અદ્દભૂત આયોજન તા.ર૦મી માર્ચ શનિવાર સાંજે સાડા છ કલાકે કેમ્પમાં યોજવામાં આવશે. જેમાં જાથાનાં ચેરમેન-એડવોકેટ જયંત પંડયા ધારદાર વકતવ્ય આપી વૈજ્ઞાનિક પ્રયોગોનું નિદર્શન કરશે. સ્થાનિક કક્ષાએથી ભાગ લેનારે અગાઉ કેમ્પસમાં નામની નોંધણી કરાવવી પડશે. કોરોનાનાં કારણે આરોગ્ય સંબંધી નિયમોનું ચૂસ્ત પાલન કરવાનું રહેશે. કાર્યક્રમનું વૈજ્ઞાનિક પધ્ધતિથી ઉદ્દઘાટન સેનાપતિ, આઈપીએસ સુ. સુધા પાંડે કરશે. ઉપરાંત પોતાનાં વિચારો રજૂ કરશે. તેમની સાથે ડીવાયએસપી વી.બી. પટેલ, ડીવાયએસપી એસ.એસ. બાંભણીયા, ડીવાયએસપી કે.એમ. શર્મા, પો.ઈન્સ., અધિકારીઓ હાજરી આપશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews