વિધાનસભાના બજેટ સત્રમાં બજેટ ઉપરની માગણીઓની ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાએ ભાજપના રામરાજ્ય લાવવાની વાત ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે, ખેડૂતજમીન માલિક સહિતના પ્રજાજનો સુખી હોય તો રામ રાજ્ય લાવી શકાય, વર્ષોથી સત્તા ઉપર હોવા છતાં ભાજપ રામરાજ્ય લાવી શક્યું નથી. દરમ્યાનમાં હાલમાં તો ભાજપ સરકારનું રામરાજ્ય એટલે એમના રામ નામના રિલાયન્સ, અદાણી અને મિત્તલ. આમ એમના ઉદ્યોગપતિઓનું રાજ આવ્યું પણ રામનું રાજ્ય આવ્યું નથી એમ સી.જે.ચાવડાએ ગૃહની બહાર નિવેદનમાં જણાવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય ડો. સી.જે.ચાવડાએ ગૃહની બહાર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપ પહેલાં એમ કહેતો હતો કે, અમે સત્તામાં આવીશું તો રામરાજ્ય લાવીશું, અમે પણ ઈચ્છીએ છીએ કે, ગુજરાતમાં રામરાજ્ય આવે, ભાજપ વર્ષોથી સત્તા ઉપર છે પણ રામરાજ્ય લાવી શક્યું નથી. બીજી તરફ તેમણે ચર્ચામાં ભાગ લેતાં કહ્યું કે, રામરાજ્ય એટલે જ્યાં શાંતિ હોય, સુખ હોય, સમન્વયતા હોય, બધા લોકો સુખચેનથી ફરી શકતા હોય. તેમણે કહ્યું કે, રપ વર્ષ પહેલાં રેવન્યુ વિભાગનું કંઈ કામ હોય તો ચા-પાણીમાં પતતું હતું અને હવે મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચાર ફૂલ્યોફાલ્યો છે. જમીન માપણીમાં પ્રમોલગેશન પૂર્ણ થવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાશે, ઝઘડા થશે, કોર્ટ કચેરીમાં કેસો વધશે, પહેલાંના વખતમાં ભૂમાફિયા ઊભા થવા દીધા નહોતા અને આજે ગણી ન શકાય એટલા ભૂમાફિયા ઊભા થાય છે. સરકારના અણઘડ વહીવટના કારણે આ સ્થિતિ ઊભી થઈ છે, જેના કારણે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ લાવવો પડ્યો છે. લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ લાવ્યા છે પણ કોઈ ખેડૂત, ઉદ્યોગપતિ કે વેપારીઓએ દબાણ કર્યું હોય તો એવા દબાણને દૂર કરવા માટે પહેલાં નોટિસ આપીને તક આપવી જાેઈએ એ પછી પણ દબાણ ના હટાવે તો લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં લેવા જાેઈએ. બાકી વારંવાર ગુના કરતા હોય, ખરેખર ભૂમાફિયા હોય, ખોટા દસ્તાવેજાે કરતાં હોય, ખોટી એન્ટ્રીઓ પડાવતા હોય એટલે કે, ખરેખર ભૂમાફિયા છે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જ જાેઈએ, તેમાં કોઈ વાંધો હોઈ શકે નહીં. મહેસૂલ વિભાગમાં આજે હજારોની સંખ્યામાં દરેક જિલ્લામાં ઓનલાઈન એન્ટ્રીઓ પડતર છે, જેનો નિકાલ લાવવા તેમણે માગણી કરી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews