રાજ્યની શાળાઓમાં ધોરણ ૯થી ૧રની પરીક્ષાઓ ૧૯મી માર્ચથી : કન્ટેન્ટમેન્ટ ઝોન માટે અલગ નિયમ

0

રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણે સરકારને મોટી ચિંતામાં મૂકી છે ત્યાં ધોરણ ૯થી ૧રમાં ૧૯મી માર્ચથી ર૭મી માર્ચે દરમ્યાન પ્રથમ પરીક્ષા યોજાવાની છે ત્યારે રાજ્યના કન્ટેન્ટમેન્ટ ઝોનના વિદ્યાર્થીઓ માટે સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેમાં જે તે કન્ટેન્ટમેન્ટ ઝોન રદ થયા બાદ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે જેના પેપરો જે તે સંબંધિત શાળાએ કાઢવાના રહેશે. આમ સરકારના આવા પરિપત્રથી કોરોનાને લીધે પરીક્ષાઓ યોજાશે કે નહીં તેવી ચર્ચાઓ ઉપર પૂર્ણ વિરામ લાગેલ છે. ગુજરાતમાં આગામી ૧૯મી માર્ચથી ૨૭ માર્ચ દરમ્યાન ધો.૯થી ૧૨ના વિદ્યાર્થીઓની પ્રથમ પરીક્ષા યોજાઈ રહી છે. પરંતુ હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે. રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસના કારણે જિલ્લા શિક્ષણ વિભાગે એક પરિપત્ર જાહેર કરીને એક મોટો ર્નિણય લીધો છે. રાજ્યના કન્ટેન્ટમેન્ટ ઝોનના વિદ્યાર્થીઓ માટે સરકારનો મહત્ત્વપૂર્ણ ર્નિણય સામે આવ્યો છે, જેમાં કન્ટેન્ટમેન્ટ ઝોન રદ થયા બાદ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. શિક્ષણ વિભાગ દ્વારા મહત્ત્વપૂર્ણ ર્નિણય લેવાતા વાલીઓ અને વિદ્યાર્થીઓને હાશકારો થયો છે. શિક્ષણ વિભાગ દ્વારા જે મહત્ત્વપૂર્ણ ર્નિણય લેવાયો છે તેમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેતા વિદ્યાર્થીઓની પરીક્ષા શાફ્રા દ્વારા નવા પ્રશ્નપત્રો કાઢીને ફરીથી લેવામાં આવશે. અને જાે કોઈ શાળા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં હોય તો એ કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્ત થયા બાદ પરીક્ષાનું આયોજન કરી શકે છે. ધો. ૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષામાં પ્રશ્નપત્રોના ૮૦ માર્ક્સ રહેશે, જ્યારે પ્રથમ પરીક્ષામાં ૫૦ માર્ક્સ રહેર્ષ તેમજ આંતરિક મૂલ્યાંકનના ૨૦ માર્ક્સ રહેશે. સ્કૂલો બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ૭૦ ટકા અભ્યાસક્રમ મુજબ અને નવા પ્રશ્નપત્ર પરિરૂપ મુજબ પરીક્ષા લેવાની રહેશે. ચાલુ શૈક્ષણિક વર્ષે બીજા સત્રની પરીક્ષા નહીં લેવાય. આ વર્ષે બીજા સત્રની પરીક્ષા જ થનારી ન હોવાથી માત્ર પ્રથમ એનાં પરિણામમાંથી આંતરિક મૂલ્યાંકનના ગુણ સ્કૂલોએ મૂકવાના રહેશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews