મને પદ ઉપરથી હાંકી કાઢશે તો પણ હું બોલીશ : મેઘાલયનાં રાજયપાલ સત્યપાલ મલિકનો કેન્દ્ર ઉપર પ્રહાર

0

મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું હતું અને શાસક ભાજપની ભારે ટીકા કરી હતી. સત્યપાલ મલિકે એવી પણ આગાહી કરી હતી કે, ચાર મહિનાથી ચાલી રહેલા કિસાન આંદોલનના કારણે ભાજપને ઉ.પ્ર., રાજસ્થાન અને હરિયાણામાં સમર્થન ગુમાવવાનો વારો આવશે. દેશમાં એક તરફ ખેડૂતો અને સરકાર વચ્ચે સહમતિ નથી સધાઈ રહી ત્યારે ફરી એક વખત મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે કૃષિ કાયદા મામલે એક મહત્વનું નિવેદન આપ્યું છે. રાજસ્થાનના ઝુંઝુનુ ખાતે એક ખાનગી કાર્યક્રમ બાદ સત્યપાલ મલિકે ખેડૂત આંદોલન આટલું લાંબુ ચાલે તે કોઈના હિતમાં નથી તેમ જણાવ્યું હતું. સત્યપાલ મલિકે કહ્યું હતું કે, ‘એક કૂતરી પણ મરી જાય તો તેના માટે આપણા નેતાઓના શોક સંદેશાઓ આવે છે પરંતુ ૨૫૦ ખેડૂતો મરી ગયા કોઈ કશું જ ન બોલ્યું. મારા આત્માને દુઃખ થાય છે. આ એવો મુદ્દો નથી કે જે ઉકેલાઈ ન શકે. મામલો ઉકેલાઈ જ શકે.’ મલિકના કહેવા પ્રમાણે એમએસપી જ મુખ્ય મુદ્દો છે. જાે એમએસપીને લીગલાઈઝ કરી દેવામાં આવે તો આ મુદ્દો સરળતાથી ઉકેલાઈ જશે. આ મુદ્દો હવે દેશભરના ખેડૂતોનો બની ગયો છે. માટે આ સંજાેગોમાં તે જલ્દી ઉકેલાવો જાેઈએ. એક સવાલના જવાબમાં મલિકે પોતે બંધારણીય પદ ઉપર છે માટે વચેટિયાનું કામ ન કરી શકે તેવો જવાબ આપ્યો હતો. તેમના કહેવા પ્રમાણે તેઓ ખેડૂત નેતાઓ અને સરકારી પ્રતિનિધિઓને ફક્ત સલાહ આપી શકે, તેમનો રોલ એટલો જ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!