ગુજરાતમાં પર્યાવરણની એનઓસી વિના ગેરકાયદે ખાણકામની ઉઠતી ફરિયાદો રાજ્યમાં પર્યાવરણની જરૂરી એનઓસી વિનાની ર૦૦૦ લીઝ : તેમ છતાં રદ્‌ નહીં !

0

ગુજરાત રાજ્યમાં ખનિજની મોટી સંખ્યામાં લીઝ આવેલી છે. આ લીઝમાંથી પર્યાવરણની જરૂરી એનઓસી મેળવ્યા બાદ જ ખાણકામ કરી શકાય એટલે કે ખનિજ મેળવી શકાય તેમ હોવા છતાં રાજ્યમાં ર૦૦૦ જેટલી ખનિજની લીઝોમાં આવી એનઓસી મેળવવામાં આવી ન હોવાની વિગતો સરકારના જ દફ્તરેથી આજે બહાર આવવા પામી છે. આવી એનઓસી વિનાની લીઝોમાં અન્ય લીઝના પાસ ઉપર અનઅધિકૃત રીતે ખાણકામ થતું હોવાની વ્યાપક ફરિયાદો ઊઠતી હોવા છતાં તેની સામે કોઈ ચેકિંગ સહિતના પગલાં લેવામાં આવતા ન હોવાના આક્ષેપો વિપક્ષ કોંગ્રેસ તરફથી કરવામાં આવી રહ્યા છે. આવી લીઝ માટે ચેકિંગ કરી લીઝ રદ્દ કરવાની કાર્યવાહી કરવી જાેઈએ. વિધાનસભાના બજેટ સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નો અંગે સરકારના મંત્રી તરફથી અપાયેલ જવાબમાં જે વિગતો બહાર આવી છે. તેમાં રાજ્યમાં મુખ્ય ખનિજની ૪ર૩ અને ગૌણ ખનિજની ૭૩૯૦ લીઝ આવેલી છે. આ પૈકી મુખ્ય ખનિજની ૩ર૪ અને ગૌણ ખનિજની ૧૬પ૧ લીઝોએ પર્યાવરણની જરૂરી એનઓસી મેફ્રવેલ નથી. જે લીઝોએ આવી એનઓસી મેળવી ના હોય તેના ઓનલાઈન રોયલ્ટી પાસ બંધ કરવામાં આવે છે અને લીઝ સ્થગિત કરવામાં આવે છે, જ્યારે કે આ પગલાંથી પ્રશ્ન હલ થતો નથી. ખરેખર તો આવી લીઝોમાંથી અનઅધિકૃત ખાણકામ અથવા અન્ય લીઝોના પાસ ઉપર ખાણકામ થાય છે કે નહીં. તેનું વારંવાર ચેકિંગ થવું જાેઈએ. આ કાર્યવાહી ખરેખર કરાતી નથી. જેને લઈને આવી લીઝ ઉપરથી ગેરકાયદેસર રીતે ખનન થતું હોઈ તેનું અવારનવાર ચેકિંગ થવું જાેઈએ તેમ જણાવતા કોંગ્રેસ તરફથી આવી એનઓસી વિનાની લીઝ રદ્દ કરવાની કાર્યવાહી થવી જાેઈએ તેવી માગણી કરવામાં આવી હતી. રાજ્યમાં મુખ્ય ખનિજની બાબતમાં સૌથી વધુ એનઓસી વિનાની દ્વારકા ૧૦૦ લીઝ અને ગૌણ ખનિજની બાબતમાં સૌથી વધુ એનઓસી વિનાની કચ્છમાં ૪૩૭ લીઝ હોવાનું જણાવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!