નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઈએ)એ બુધવારે એ વાત પાક્કી કરી હતી કે, મુકેશ અંબાણીના નિવાસ બહાર સીસીટીવીમાં કેદ થયેલ પુરૂષ મુંબઈ પોલીસનો અધિકારી સચિન વાઝે છે. એજન્સીએ જણાવ્યું હતું કે, સીસીટીવીમાં સચિન વાઝે ચહેરો ઢાંકેલી હાલતમાં દેખાય છે. જેથી તેમને કોઈ ઓળખી શકે નહીં. તેમણે આખું શરીર ઢંકાય તેવો કુર્તો અને પયજામો પહેર્યો હતો. સચિન વાઝેનું લેપટોપ પણ કબ્જે કરવામાં આવ્યું છે. એનઆઈએએ સીસીટીવી ચકાસી ઉક્ત ખુલાસો કર્યો હતો. વાઝેની કસ્ટડી ૨૫ માર્ચ સુધી એનઆઈએને સોંપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, એનઆઈએ ગત શનિવારે સચિન વાઝેની ધરપકડ કરી હતી. ૨૫ ફેબ્રુઆરીના રોજ મુકેશ અંબાણીના નિવાસ બહારથી મળેલી કાર અંગેના કેસમાં ૧૨ કલાક સુધી મેરેથોન પૂછપરછ કર્યા બાદ સચિન વાઝેની અંતે ધરપકડ કરવામાં આવી હતી. એનઆઈએના પ્રવક્તાએ જણાવ્યું હતંંું કે, વાઝેની ધરપકડ એટલા માટે કરવામાં આવી છે કે, ગત ૨૫ ફેબ્રુઆરીના રોજ મુકેશ અંબાણીના નિવાસ બહારથી મફ્રેલી વિસ્ફોટક ભરેલી કાર મુકવાના કેસમાં તેમની ભૂમિકા હોવાનો આરોપ છે. થાણે સ્થિત બિઝનેસમેન મનસુખ હિરેનના સંદિગ્ધ મોત બાદ આ કેસની તપાસ એનઆઈએને સોંપવામાં આવી હતી. મનસુખ હિરેને પોતાના મોત પહેલા દાવો કર્યો હતો કે, તેમની કાર સપ્તાહ પહેલા ચોરી થઈ ગઈ હતી. ગત પાંચ માર્ચના રોજ થાણેના ક્રીક ખાતેથી તેમની લાશ મળી આવી હતી. દરમ્યાન મહારાષ્ટ્ર પોલીસે ગત રવિવારે એવો ચોંકવનારો ખુલાસો કર્યો હતો કે, નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઈએ) મુંબઈ પોલીસના એપીઆઈ સચિવ વાઝેની ધરપકડ કરી જે તપાસ કરી રહી છે, તેમાં કોઈ ત્રાસવાદી એન્ગલ જ નથી. મુકેશ અંબાણીના ઘર બહારથી વિસ્ફોટક ભરેલી જે કાર મળી હતી તેના માલિક મનસુખ હિરેનના સંદિગ્ધ મોતની તપાસ ત્રાસવાદ વિરોધી દળે હાથ ધરી છે. સ્કવોડે એનઆઈએને કહ્યું હતું કે, ઘટના સ્થળેથી નાસી છુટવા માટે જે અન્ય કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે, કદાચ મુંબઈ પોલીસની ગાડી હોઈ શકે. સચિન વાઝેની ધરપકડ બાદ આ કેસમાં વધુ કેટલીક ધરપકડો થઈ શકે છે. બોમ્બ વિસ્ફોટની ઘમકી અંગેના આ કેસમાં એનઆઈએની ટીમ દ્વારા વધુ કેટલાક સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews