તા.ર૦મી માર્ચે દિવસ અને રાત સરખા રહેશે : વિજ્ઞાન જાથા

0

સૂર્યનો ક્રાંતિવૃત્ત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. તા.ર૦મી માર્ચ શનિવાર દિવસ અને રાત ૧ર-૧ર કલાકનાં સરખા જાેવા મળશે. તા.ર૧મી રવિવારથી દિવસ ક્રમશઃ લંબાતો જાય છે. આ ખગોળીય ઘટનાને અનુભવ કરવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ અપીલ કરી છે. જાથનાં રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પડયાએ જણાવ્યું કે તા.ર૦ માર્ચ શનિવાર દિવસ ૧ર કલાકને ૦૪ મીનીટનો, રાત્રી ૧૧ કલાકને પ૬ મીનીટ રહેશે. સૂર્યોદય સાવરે ૬ કલાક ૪પ મીનીટ અને સૂર્યાસ્ત ૬ કલાક ૪૯ મીનીટે થશે. તા.ર૧મી માર્ચથી ઉત્તરોતર દિવસ ક્રમશઃ સેકન્ડની ગણતરીએ લંબાતો થશે. દેશનાં પ્રમુખ શહેરોમાં સરખા દિવસમાં પાંચ-સાત મીનીટનો સમયાનુસાર ફેરફાર તફાવત જાેવા મળશે. આ દિવસ પછી સૂર્ય ઉત્તર તરફ ખસતો જતા ઉત્તર ગોળાર્ધની દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટુંકી થતી જાય છે.
વધુમાં જાથાનાં પંડયાએ જણાવ્યું કે, તા.ર૦-ર૧ માર્ચને વસંત સંપાત દિવસ તરીકે ઓળખવામાં આવે છે. જયારે તા.ર૧મી સપ્ટેમ્બરનાં દિવસને શરદ સંપાત તરીકે ઓળખાય છે. તા.ર૦મી માર્ચે સૂર્યની આકાશી વિષુવવૃત્તને છેદવાની પ્રક્રિયા શરૂ થતા તે દિવસ રાત-દિવસ સરખા થાય છે. આ દિવસ પછી ગરમીનું પ્રમાણ વધતું જાય છે. વિષુવવૃત્ત એકબીજાને વર્ષમાં બે વખત છેદે છે. સૂર્ય ખસતો ખસતો આકાશી વિષુવવૃત્તને છેદે છે તેને વસંત સંપાત કહે છે. વિશેષમાં જયંત પંડયાએ જણાવ્યું કે, વસંત સંપાત દિવસ પછી ગરમી શરૂ થાય છે કારણ કે પૃથ્વી પોતાની ધરી ર૩.પને ખૂણે નમેલી હોય છે. હવે પૃથ્વીનું ઉત્તર તરફનું માથું સૂર્ય તરફ તેટલા ખૂણે નમેલું જાેવા મળશે. આપણે ઉત્તર ગોળાર્ધમાં વસવાટ કરતા હોવાથી સૂર્યનાં સીધા કિરણો આપણા વિસ્તારમાં આવતા હોવાને કારણે ગરમીનું પ્રમાણ વધે છે. જયારે ર૧મી જૂન પછી સૂર્ય પૂર્નઃ દક્ષિણ દિશા તરફ વળે છે તેથી તેને દક્ષિણાયન કહે છે. દિવસ-રાતની લંબાઈ ચંદ્રની દિશા, સૂર્ય તરફ પૃથ્વીનો ઝુકાવ અને સૂર્યને પરિભ્રમણ ગતિ વગેરે પરિબળો ઉપર આધારિત હોય છે. જે સતત બદલાતા રહે છે. આથી દિવસ-રાતની લંબાઈમાં પાંચ થી દસ મીનીટનો તફાવત સ્વાભાવિક માન્ય ગણાય છે. અંતમાં શનિવાર તા.ર૦મીએ દિવસ-રાત સરખાની ખગોળીય ઘટના માણવા જાથાએ અપીલ કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!