માંગરોળનાં શેરિયાજ ગામે આવતીકાલે કોરોના વેકસીનેશન કેમ્પ યોજાશે

0

સરકાર અને આરોગ્ય વિભાગના આયોજન મુજબ કોરોના-વાયરસની રસી મુકવા માટેનો કેમ્પ તા.૧૯-૦૩-૨૦૨૧ને શુક્રવારના રોજ સવારે ૧૦ થી બપોરે ૪, ગ્રામસમાજવાડી, શેરિયાજ ખાતે રાખવામાં આવેલ છે. શેરિયાજનાં ૬૦ વર્ષથી ઉપરના અને ૪૫ વર્ષથી ઉપરના લોકો કે જેઓ ડાયાબિટીસ,બીપી, કેન્સર હૃદય રોગથી પીડાતા હોય તેમને અગ્રીમતાનાં ધોરણે કોરોના-રસી મુકાવવા માટેનો કેમ્પ શેરિયાજમાં યોજાનાર છે ત્યારે કોઈપણ આડઅસરની શંકા-કુશંકા વિના કોરોના વેકસીનેશનનો વિનામૂલ્યે લાભ લેવા દાનાભાઇ ખાંભલાએ જણાવ્યું છે. કોરોનાની રસી મુકાવવા આવનારે પોતાનું ચુંટણીકાર્ડ, આધારકાર્ડ સાથે લઈ આવવાનું રહેશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews