વેરાવળના વેપારીને સોશ્યલ એકટીવીસ્ટની ડોકટોરેટની માનદ પદવી એનાયત કરાઇ

0

દિલ્હીની વર્લ્ડ વુમન રાઇટસ પ્રોટકશન કમીશન દ્વારા દિલ્હી ખાતે વિવિધ પદવી એનાયત કરવાનો સમારોહ યોજાયેલ હતો. જેમાં સોશ્યલ એકટીવીટસ્ટ તરીકે વેરાવળના યુવા વેપારી અનિષ રાચ્છને ડોકટોરેટની માનદ પદવી આપી સમ્માનીત કરાયા હતા.
વર્લ્ડ વુમન રાઇટસ પ્રોટકશન કમીશન કે જે વિશ્વનાં અનેક દેશોમાં એકટ ૧૮૮૨ થી સંવિધાન મુજબ વિશ્વ માનવ અધિકાર અંતર્ગત આવતી સેવાઓ માટે વિશ્વ કક્ષાએ કાર્યરત છે. વર્લ્ડ વુમન રાઇટસ પ્રોટકશન કમીશન દ્વારા વિશ્વનાં અનેક દેશોમાં વિવિધ કેટેગરી માટે સમ્માનીત સમારોહ યોજાયેલ હતો. જેમાં સોશ્યલ એકટીવીસ્ટ તરીકે વેરાવળના યુવા વેપારી અનિષ રાચ્છને ડોકટોરેટની માનદ પદવી આપી સમ્માનીત કરી લાઇફ ટાઇમ મેમ્બરશીપ સર્ટીફીકેટ એનાયયત કરેલ છે. યુવા વેપારી અનીષ રાચ્છ અનેક સેવાકીય પ્રવૃતીઓ તથા આર.ટી.આઇ. એકટીવીટીસ્ટ તરીકે ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી, ફેડેરશન ઓફ ઓલ ઇન્ડીયા વેપારી મંડળ, વિશ્વ લોહાણા મહાપરીષદ, લોહાણા સગપણ સમીતી જેવી અનેક સંસ્થાઓમાં રહી સેવાકીય કાર્યો કરી રહયા છે. ગઇકાલે જ વેપારી અનીષ રાચ્છનો જન્મ દિવસ હોવાથી તેમણે ભપકાદાર ઉજવણી કરવાના બદલે જીસ્છ-૧ નામની બિમારીથી પીડાતા બાળક ધૈર્યરાજસિહ રાઠોડને મદદરૂપ થવા હેતુથી રૂા.૫,૧૪૨ની રકમનો ચેક હીન્દુ યુવા સંગઠનને અર્પણ કર્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews