કેશોદ તાલુકાનાં આહિર યુવાનો દ્વારકા ખાતે જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમમાં ભાગ લેવા જશે

0

દ્વારકા ખાતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે દર વર્ષે આહિર સમાજથી દ્વારકાધીશનાં જગતમંદિર સુધી શોભાયાત્રા કાઢવામાં આવે છે. ત્યારે શોભાયાત્રાનાં માર્ગ ઉપર મટકી ફોડનો કાર્યક્રમ યોજવામાં આવે છે. કેશોદ તાલુકાનાં આહિર સમાજના યુવાનો દ્વારા દર વર્ષે ટીમ બનાવી મટકી ફોડ કાર્યક્રમમાં જાેડાય છે. ગત વર્ષે કોરોના મહામારી વચ્ચે કાર્યક્રમ યોજાયો ન હતો ત્યારે આ વર્ષે શોભાયાત્રા કાઢવામાં આવનારી છે. જેથી કેશોદ આહિર યુવક મંડળનાં યુવાનો ઈસરા ગામે ધુળેશીયા બાપાનાં મંદિરે પટાંગણમાં રોજ રાત્રીના સમયે બાલાગામ, બામણાસા, સરોડ, ઈસરા, ખમીદાણા, નાની ઘંસારી અને અખોદર ગામનાં આહિર યુવાનો એકઠાં થઈ પ્રેક્ટિસ કરી રહ્યાં છે. સમગ્ર સૌરાષ્ટ્રનાં ભાવિકો ભક્તો ઉત્સાહભેર કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે ત્યારે દ્વારકા ખાતે ઉમટી પડશે ત્યારે કેશોદનાં આહિર યુવાનો મટકી ફોડ કાર્યક્રમમાં જાેડાઈ કેશોદ શહેર તાલુકાને ગૌરવ અપાવશે. કેશોદ આહિર યુવક મંડળનાં ભરતભાઈ બારીઆ, સંજયભાઈ કંદોરીયા, જયેશભાઈ સોલંકી, રાજુભાઈ બોદર, મહેશભાઈ કરંગીયા, રમેશભાઈ ભેડા જહેમત ઉઠાવી રહ્યાં છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!