રાજય સરકાર દ્વારા ચાલતી ૧૮૧ અભયમ હેલ્પલાઈન મહીલા ઓ માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઇ રહી છે. જેમાં જૂનાગઢ જિલ્લામાંથી જાગૃત નાગરીકે ૧૮૧માં ફોન કરી મદદ માગેલી અને જણાવ્યુ હતું કે કોઈ બહેન ૪ બાળકો સાથે ઘરેથી નીકળી આવેલ છે. તુરંત જૂનાગઢ અભયમ ની ટીમના કાઉન્સેલર મિનાક્ષીબેન સોલંકી મહીલા પોલીસ ભારતીબેન મકવાણા, પાયલોટ રાજેશભાઈ ગઢવી સ્થળ પર પહોંચી મહીલાને હિંમત આપી હતી. અને તેમનુ કાઉન્સેલિંગ કરતા તેમને જણાવ્યુ કે તેઓ જૂનાગઢ તાલુકાના એક નાના ગામમાં રહે છે. જેઠાણીના અસહય ત્રાસ આપતા હોય આજ રોજ જેઠાણી ઝઘડો કરી પીડિતા તથા બાળકોને મારપીટ કરતા હતા. જેથી પીડીતા બાળકોને લઈ ઘરેથી નીકળી જૂનાગઢમાં આવી ગયા હતા. જૂનાગઢમાં પીડિતાના કોઈ સગા સંબધી રહેતા ના હોય, પીડિતા પાસે પૈસા પણ ના હોય તેથી રાત્રીના સમયે કયા જવુ કશું સમજાતુ ના હોય, રડયા કરતા હતા. ત્યારે એક જાગૃત નાગરિકે ૧૮૧ મા ફોન કરી પીડિતા માટે મદદ માંગી હતી. તેથી ૧૮૧ અભયમ ટીમ પીડિતા તેમના બાળકોને લઈ તેના ગામ ગયા હતા. પતિ ઘરે હાજર ના હોય, પતિને બોલાવેલ. જેઠ-જેઠાણી તથા પીડિતા અને તેના પતિનુ કાઉન્સેલિગ કરી સમાધાનકારી નિરાકરણ લાવવામાં આવ્યું હતું અને પીડિતાને તેમના બાળકોના ભવિષ્ય વિશે સમજાવી આમ ઘરેથી ન નીકળી જવા સમજાવેલ તેમજ કોઈ પણ સમસ્યા ઉદભવે ત્યારે ૧૮૧ મા ફોન કરી મદદ લેવા સલાહ આપવામાં આવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews