જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રભરમાં છેલ્લા ત્રણ દિવસ થયા મેઘરાજાએ અવિરત મેઘ વર્ષા કરતા મોટાભાગનાં ડેમો ભરાઈ ગયા છે. જૂનાગઢ જીલ્લાનાં કુલ ૧૭ ડેમો પૈકી ૯ ડેમો ૧૦૦ ટકા ભરપુર થયા છે. જયારે અન્ય ૧૦ ડેમોમાં પણ નવા નીરની ભરપુર આવક થઈ છે જેને લઈને જળસંકટ તો દુર થયું છે સાથે જ ખેત પાકો માટે પણ આશીર્વાદ રૂપ પિયતનું પાણી મળી શકે તેમ છે અને કૃષિનું આખું ચિત્ર પલ્ટાવી નાખ્યું છે. આજે જૂનાગઢમાં વરાપ જેવું વાતાવરણ છવાયું છે અને વહેલી સવારે ધુમ્મસ સર્જાયુ હતું. રસ્તાઓ ઉપર વાહન પસાર કરતી વખતે લોકોને મુશ્કેલી પડી હતી. છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા અનરાધાર વરસી રહયા છે. દરમ્યાન આજે સવારે પુરા થતાં ર૪ કલાક દરમ્યાન કેશોદમાં પ ઈંચ, જૂનાગઢ સીટી અને ગ્રામ્યમાં ૪ ઈંચ, ભેસાણ ૧ ઈંચ, મેંદરડા ર ઈંચ, માંગરોળ ૬ ઈંચ, માણાવદર ર ઈંચ, માળીયા હાટીના ૪ ઈંચ, વંથલી ૪ ઈંચ, વિસાવદરમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. આજે સવારે મેઘરાજાના વિરામ વચ્ચે વહેલી સવારે ધુમ્મસ ભર્યુ વાતાવરણ સર્જાયું હતું. દરમ્યાન જૂનાગઢ જીલ્લાનાં ૧૭ ડેમ પૈકી વિસાવદરનો આંબાજળ ડેમ, ધ્રાફડ, બાંટવા ખારો, ઓઝત વંથલી, સાબલી, ઓઝત-ર, હસ્નાપુર, ઓઝત વિયર આણંદપુર અને ઉબેણ વિયર કેરાળા ૧૦૦ ટકા ભરાઈ ચુકયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews