ચાલુ વર્ષે ચોમાસાની સીઝનના અંતિમ દિવસોમાં પડેલ અતિભારે વરસાદના કારણે ખેતીને થયેલ નુકશાનીનું વળતર ચુકવવા રાજય સરકારએ રાહત પેકેજ જાહેર કર્યુ છે. જેમાં ગીર સોમનાથ જીલ્લાનો સમાવેશ ન કર્યો હોવા અંગે સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ કૃષિ મંત્રીને રજુઆત કરી જીલ્લાનો સમાવેશ કરી ૧૦૦ ટકા વળતર ચુકવવા માંગ કરી છે. રજૂઆતમાં જણાવેલ કે, તા.૩૧ ઓગષ્ટ ૨૦૨૧ થી શરૂ થયેલ અતિભારે વરસાદના કારણે જીલ્લાના ખેડૂતોને અને ખેતીને ભારે નુકશાન થયેલ છે. ખેડુતોના પાકો જેવા કે બાજરી, મગફળી, ઘઉં, સોયાબીન વિગેરે પાકોમાં અતિભારે નુકશાન થયેલ છે. જયારે કપાસનો પાક સદંતર બળીને ખાખ થઇ ગયેલ છે. જયારે અળદ, ડુંગળીનો પાક પણ સંપૂર્ણ નાશ પામેલ હોવાની સાથે અતિભારે વરસાદના કારણે ખેડૂતોની ખેતીની જમીનોનું ધોવાણ થયેલ છે. જેના કારણે ખેડુતોને પોતાનું ગુજરાન ચલાવવુ મુશ્કેલ થઇ રહયુ છે. ત્યાછરે ખેડૂતોને મદદરૂપ થવા રાજય સરકારએ રાહત પેકેજની જાહેરાત કરેલ છે. જેમાં અન્ય જીલ્લાઓનો સમાવેશ કરાયેલ પરંતુ ગીર સોમનાથ જીલ્લાને બાકાત રાખવામાં આવેલ છે. ત્યારે અતિભારે વરસાદથી ગીર સોમનાથ જીલ્લામાં પણ ઘણુ બધુ નુકશાન થયેલ હોય સત્વરે રાહત પેકેજમાં ગીર સોમનાથ જીલ્લાનો સમાવેશ કરી ખેતી નુકસાનીનું ૧૦૦ ટકા વળતર ચુકવવામાં માંગણી હોવાનું અંતમાં જણાવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews