વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તારીખ ૧૩ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ શ્રી કાશી વિશ્વનાથ ધામ લોકાર્પણ અંતર્ગત દિવ્ય કાશી ભવ્ય કાશી કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા “દિવ્ય કાશી-ભવ્ય કાશી” અંતર્ગત ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્માનાં માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરની મધ્યમાં આવેલ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ, શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર જવાહર રોડ જૂનાગઢ ખાતે સવારે છ વાગ્યે મહાદેવને દુધ, દહીં, મધ, સાકરથી અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ બપોરે ૧૨ કલાકે શ્રી સિદ્ધેશ્વર મહાદેવને થાળ ધરી શાસ્ત્રી રમેશભાઈ તથા જીતુભાઈ પંડ્યા દ્વારા મંત્રોચ્ચાર સાથે મહાપુજા કરવામાં આવી હતી અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વારાણસી ખાતે શ્રી કાશી વિશ્વનાથ ધામ લોકાર્પણ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. જેમાં શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરનાં સંત કુંજસ્વામિજી, ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્મા, મહામંત્રી ભરતભાઈ શીંગાળા, સંજયભાઈ મણવર, શૈલેષભાઈ દવે, ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાકેશભાઈ ધુલેશીયા, પ્રદેશ અગ્રણી પ્રદીપભાઈ ખીમાણી, સંજયભાઈ કોરડીયા, પુર્વ મેયર આદ્યાશક્તિબેન મજમુદાર, લલીતભાઇ સુવાગીયા, પલ્લવીબેન ઠાકર, ભાવનાબેન હીરપરા, ગીતાબેન પરમાર, અશોકભાઈ ભટ્ટ, ભરતભાઈ કારેણા, જયેશભાઈ કણસાગરા, લીલાભાઇ પરમાર, મોહનભાઈ પરમાર, ચંદ્રીકાબેન પંડ્યા, ચંદ્રીકાબેન રાખશીયા, નીરૂબેન કાબલીયા, મિડિયા વિભાગનાં સંજય પંડ્યા, આશિષ રાવલ, અરજણભાઇ સોલંકી, વિવિધ મોરચાના હોદેદારો, જૂનાગઢ મહાનગરનાં સાધુ-સંતો તેમજ અલગ અલગ સેવાકીય સંસ્થાઓનાં આગેવાનો, મહાનગર ભાજપનાં હોદ્દેદારો, વિવિધ મોરચાના હોદેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્મા તથા મહામંત્રી સંજયભાઈ મણવરનાં માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા, મિડિયા વિભાગનાં સંજય પંડ્યા, યુવા મોરચાના પ્રમુખ મનન અભાણી, મહામંત્રી વિનસ હદવાણી, અભય રીબડીયા, પરાગ રાઠોડ, ચિરાગ જાેષી, આકાશ દવે, વનરાજ સોલંકી તથા યુવા મોરચાના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews