ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘના નેજા તળે વેરાવળમાં જીલ્લા શિક્ષક સંઘ સાથે જાેડાયેલા શિક્ષકોએ કોવિડના પ્રોટોકોલ મુજબ ધરણા યોજી જુની પેન્શન યોજના ચાલુ કરવા સહિતના શિક્ષકોના ૧૦ જેટલા પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવાની માંગણીઓ સાથેનું આવેદનપત્ર શિક્ષણાધિકારીને સુપ્રત કરવામાં આવેલ હતું. રાજયની સંસ્થાની સુચના અનુસાર વેરાવળમાં બાયપાસ પાસે જીલ્લા શિક્ષક સંઘના કાર્યાલય સ્થાળે સૂચિત ગીર સોમનાથ જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદારો સાથે જાેડાયેલા શિક્ષકો એકત્ર થયેલ હતા. બાદમાં શિક્ષક સંઘના જીલ્લા પ્રમુખ હમીરભાઇ ખસીયા, ઉપપ્રમુખ હરિભાઈ વાળા, મહામંત્રી મનુભાઇ વાળા, અલ્કેશ ભટ્ટ, ભીખાભાઇ ગોહેલની આગેવાનીમાં શિક્ષકોએ શિક્ષકોના પ્રશ્નોને વાંચા આપતું મુખ્યમંત્રીને સંબોધેલ આવેદનપત્ર જીલ્લા શિક્ષણાધિકારીને આપ્યું હતું. જયારે સંઘના બાયપાસ ઉપર આવેલ કાર્યલાયે હોદેદારોની આગેવાનીમાં મોટી સંખ્યામાં શિક્ષકોએ કોવિડના પ્રોટોકોલના પાલન સાથે ધરણા યોજી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. શિક્ષક સંઘે આપેલ આવેદન પત્રમાં શિક્ષકોના મુખ્ય પ્રશ્નો અને માંગણીઓ સંદર્ભે જણાવેલ કે, શિક્ષકો માટેની જુની પેન્શન યોજના ફરીથી તાત્કાલિક ચાલુ કરવી, રાષ્ટ્રિય શિક્ષણનિતી-૨૦૨૦ માં શિક્ષક વિરોધી જાેગવાઈઓ દુર કરવી, સાતમાં પગારપંચના લાભો સમગ્ર દેશમાં સમાનરૂપે આપવા, જુદા જુદા નામથી રાજ્યોમાં ફરજ બજાવતા કરાર આધારિત શિક્ષકોને નિયમિત કરવાની ખાત્રી આપવી, એસ.પી.એલ. રજા બાબતે ર્નિણય કરવો, તા.૨૭-૪-૨૦૧૧ પહેલા ભરતી થયેલ શિક્ષકોની નિવૃત્તિ સામે કાયમીના આદેશ કરવા બાબત, ૧૦ વર્ષના બોન્ડમાં ભરતી થયેલા શિક્ષકોની બોન્ડની મર્યાદા ઘટાડવા, એચ. ટાટ તથા પ્રાથમિક શિક્ષકોના મહેકમના સેટઅપની સંખ્યા સુધારવી, બદલીના નવા નિયમો ઝડપથી બહાર પાડવા અને બદલી થયેલ શિક્ષકોને ૧૦૦ % છુટા કરવા, કોરોના મહામારીના કારણે સી.સી.સી. પરીક્ષા લેવાયેલ ન હોય તો સી.સી.સી. પરીક્ષા માટે તા.૩૧-૧૨-૨૦૨૦ પછી મુદતમાં વધારો કરવા જેવા પ્રશ્નો અંગે વહેલીતકે ર્નિણયો લેવા માંગણી કરી છે. શિક્ષકોના રજુ કરેલ પ્રશ્નોના ઝડપી નિરાકરણ લાવવા માટે ચર્ચા કરવા શિક્ષક સંઘના પ્રતિનિધી મંડળને બોલાવવાની અંતમાં માંગણી કરવામાં આવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews