જૂનાગઢમાં હઝરત અલીનાં જન્મદિવસની શાનદાર ઉજવણી કરાઈ

0

ઈસ્લામ ધર્મનાં મહાન પૈગમ્બર હઝરત મોહમ્મદ સાહેબનાં પીતરાઈ ભાઈ અને ઈસ્લામ ધર્મનાં ૧ર ઈમામોની કડી પૈકીનાં પ્રથમ ઈમામ તેમજ તમામ વલીઓનાં વલી હઝરત અલી કરમલ્લાહો વઝહુનાં જન્મદિવસ ૧૩ રજબ નીમિતે જૂનાગઢ શહેર સહિત ઠેર-ઠેર વિવિધ પ્રકારે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. હઝરત અલીનો જન્મ મુસ્લિમોનાં સોૈથી પવીત્ર સ્થળ ખાનેકાબામાં ૧૭ માર્ચ ઈ.સ.પ૯૯માં થયો હતો. જયારે ઈસ્લામીક કલેન્ડર મુજબ ૧૩ રજબનાં દિવસે થયો હતો. હઝરત અલીએ આપેલા ખુત્બા અને પત્રો આજે પણ વિશ્વની અનેક યુનિવર્સિટીનાં અભ્યાસક્રમમાં ભણાવવામાં આવે છે. વિશ્વમાં સોૈથી વધારે રીસર્ચ હઝરત અલી ઉપર થયું છે. તેમનાં બોધ વચનો માનવ ઈતિહાસની ગરીમાનાં સર્વોચ્ચ સ્થાને મુકવામાં આવે છે. ત્યારે હઝરત અલીનાં જન્મદિવસ નિમિતે જૂનાગઢ શહેરમાં પણ તેની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેરનાં વિવિધ સ્થળે કાર્યક્રમો યોજાયા હતા. જેમાં નાથીબુ મસ્જીદ ચોકમાં હઝરત અલીનાં જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અકીદતમંદોએ વ્યાપક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમની આયોજન ઈમરાનબાપુ કાઝી, મદુસરબાપુ, મુઝફર માલવીયા, હુસેનભાઈ માલવીયા, ફેઝલ સોલંકી, ઈમતીયાઝ બાનવા સહિતનાં કાર્યકરોએ સુંદર આયોજન કર્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!