જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેરના જાેશીપુરા ખાતે રહેતા અને જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ ખાતે એગ્રોની દુકાન ધરાવતા અને યુવાન ધીરૂભાઈ (નામ બદલાવેલ છે)એ પોતાના એડવોકેટ મિત્ર સાથે જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મળી, પોતાના ભાઈ ડીજે વગાડવાનું કામ કરતા હોય, પરંતુ કોરોના કાળ અને ત્યારબાદ લોકડાઉનના સમયમાં ડીજેનો ધંધો બંધ થઈ જતા, પોતાનો ભાઈ બેકાર થઈ ગયેલ હતો અને આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ જતા, ગુજરાન ચલાવવું ભારે થઈ પડેલ હતું. પોતાના ભાઈની એક દીકરી શહેરની એક શાળામાં ધોરણ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતી હતી અને પાસ પણ થઈ ગયેલ હતી. પરંતુ ફીના રૂા.૪૦,૦૦૦/- ભરેલ ના હોય, સ્કૂલ તરફથી લિવિંગ સર્ટિફિકેટ અને માર્કશીટ આપેલ નહિ. જેથી ભાઈની દીકરીનો અભ્યાસ ફી નહીં ભરી શકવાના કારણે અટકી ગયેલ છે.
પોતાના ભાઈને અત્યારે જીવન ગુજરાન ચલાવવું અઘરૂ હોય, ફી ભરી શકતો નથી અને ફી નહીં ભરી શકવાના કારણે લિવિંગ સર્ટિફિકેટ અને પરિણામ નહીં મળતા, દીકરીનું ભણતર અટકી ગયેલ હોય, મદદ કરવા, ગળગળા થઈને રજૂઆત કરવામાં આવેલ હતી. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા આગેવાન ભાજપ જિલ્લા પ્રમુખ કિરીટભાઈ પટેલ મારફતે શાળા સંચાલકનો સંપર્ક કરતા, અરજદાર યુવાનને શાળાએ મોકલતા, ૭૦ % ફી માફી કરી, બાકીની ફી જ્યારે થાય ત્યારે આપવાનું જણાવી, લિવિંગ સર્ટિફિકેટ અને માર્કશીટ સોંપવા માટે તૈયાર થઈ ગયેલ હતા અને દીકરીના આગળના ભણતરનો માર્ગ મોકળો થયેલ હતો. સામાન્ય મજૂરી કામ કરતા, અરજદાર દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી, અરજદારને પોતાની ભત્રીજીને આગળ ભણાવવા વિનંતી પણ કરવામાં આવેલ હતી. અરજદારને પોલીસનો આવો અનોખો અનુભવ અને પોતાના ભાઈની દીકરીને મદદ મળતા, ખૂબ જ આનંદિત થઈ, અરજદાર તથા એડવોકેટ મિત્ર દ્વારા આનંદ વ્યક્ત કરી, જાે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ ના હોત તો, પોતાની ભત્રીજીનું ભણતર અટકી જાત, એવી લાગણી વ્યક્ત કરી, કામ કરનાર જૂનાગઢ પોલીસ સ્ટાફનો વારંવાર આભાર વ્યક્ત કરતા હોય, ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા. ભાજપ જિલ્લા પ્રમુખ આગેવાન કિરીટભાઈ પટેલ દ્વારા પણ જૂનાગઢ પોલીસ અને ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા લોકોના આવા પ્રશ્નમાં પણ સહકાર આપી, આ બાબત પોતાના ધ્યાને મૂકી, પોલીસ અધિકારી દ્વારા જાતે રસ લઈને, દીકરીના અભ્યાસમાં મદદરૂપ થવા બદલ જૂનાગઢ પોલીસની કામગીરીની સરાહના કરી હતી. જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી જૂનાગઢ પોલીસ દ્વારા અરજદારને પોતાની ભત્રીજીના અભ્યાસનો માર્ગ મોકળો કરાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરીવાર સાર્થક કર્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews