હનીટ્રેપનાં બનાવનાં આરોપીને મુદામાલ સાથે ઝડપી લેતી જૂનાગઢ તાલુકા પોલીસ

0

ધોરાજીનાં શખ્સને હનીટ્રેપમાં ફસાવી ધોરાજી ચોકડીએ બોલાવી અપહરણ કરી બળજબરીથી રૂપિયા પડાવી, જાનથી મારી નાખવાની ધમકીની બીક બતાવી બળાત્કારનાં ગુનામાં સંડોવી દેવાની ધમકી આપી રોકડા રૂા. ૩૮ હજાર, સોનાની વીટી રૂા. રપ હજારની પડાવી લઈ આરોપી નાશી જતાં આરોપીને ઝડપી લેવા તાલુકા પોલીસે ત્વરીત કામગીરી કરી આસ્થાબેન વા.ઓ. વસીમભાઈ ઈસ્માઈલભાઈ શેખ (રહે. ધોરાજી), નવાજ દીલવારભાઈ પઠાણ (રહે. ધોરાજી), જાવીદ મહમદભાઈ હિંગોારા (રહે. સુખનાથ ચોક, જૂનાગઢ), અકરમ ઉર્ફે નેહાલ નાશીરભાઈ (રહે. આરટીઓ ઓફીસ પાસે, જૂનાગઢ)ને રોકડ રૂા. ૩૮ હજાર, મોટર સાયકલ-૧, મોબાઈલ-૪ મળી કુલ રૂા. ૮૩ હજારનાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે. આ કામગીરીમાં જૂનાગઢ તાલુકાનાં પીઆઈ એ.એમ. ગોહીલ, પીએસઆઈ એમ.આર. ડવ, મેહુલભાઈ મકવાણા, ભદ્રેશભાઈ રવૈયા, જાદવભાઈ સુવા, વિક્રમભાઈ પરમાર, સુભાષભાઈ કોઠીવાળ, પરેશભાઈ વરૂ, જેતાભાઈ દીવરાણીયા, રોહિતભાઈ બોરખતરીયા, દિપકભાઈ ચૌહાણ, અજયભાઈ પારઘી, રાહુલભાઈ ઝણકાટ, શાંતાબેન ગોહેલ વગેરે પોલીસ સ્ટાફ જાેડાયેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!