જૂનાગઢથી ખોડલધામ મંદિર સુધીની સાયકલ યાત્રા યોજાઈ

0

તારીખ ૨૦ ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ સાયકલ ક્લબ અને જૂનાગઢના તબીબો દ્વારા એક સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢથી ખોડલધામ મંદિર સુધીની આ ૫૦ કિલોમીટરની સાયકલયાત્રામાં મોટી સંખ્યામાં જૂનાગઢ સાયકલ ક્લબના સભ્યો અને જૂનાગઢના વિવિધ તબીબો જાેડાયા હતા અને ખોડલધામ મંદિરે પહોંચીને મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવીને આશીર્વાદ મેળવ્યા હતા. મહત્વનું છે કે, વિશ્વ પ્રસિદ્ધ ખોડલધામ મંદિરે દરરોજ બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવી રહ્યા છે. ઘણા યાત્રિકો પગપાળા, તો કોઈ સાયકલ યાત્રા થકી તો કોઈ બાઈક કે કાર યાત્રા થકી મા ખોડલના દર્શને આવતા હોય છે. ત્યારે જૂનાગઢ સાયકલ ક્લબ અને જૂનાગઢના તબીબો દ્વારા આ સાયકલ યાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું. આ સાયકલ યાત્રા ૨૦ ફેબ્રુઆરીના રોજ સવારે ૫ વાગ્યે જૂનાગઢ શહેરના રેલવે સ્ટેશનથી પ્રસ્થાન થઈ હતી. જૂનાગઢથી સાયકલ યાત્રા જેતપુર પહોંચી હતી. જેતપુરથી દેરડી થઈને આ સાયકલ યાત્રા ખોડલધામ મંદિરે પહોંચી હતી. ખોડલધામ મંદિરે પહોંચીને તમામ સાયકલ યાત્રિકોએ મા ખોડલના દર્શનનો લ્હાવો લઈને આશીર્વાદ મેળવ્યા હતા. સાથે જ સાયકલ યાત્રિકોએ મંદિર પરિસરમાં રાસ-ગરબા રમીને માતાજીની આરાધના કરી હતી. જૂનાગઢથીખોડલધામ મંદિર સુધીની આ સાયકલ યાત્રામાં જૂનાગઢ સાયકલ ક્લબ અને જૂનાગઢના વિવિધ તબીબો મળીને આશરે ૧૫૦ જેટલા સર્વ જ્ઞાતિના, ડોક્ટર્સ-નોન ડોક્ટર્સ ભાઈઓ-બહેનો જાેડાયા હતા. આ સાયકલયાત્રામાં સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે આ સાયકલ યાત્રા યોજવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!