ખંભાળિયા પંથકમાં સ્થાનિક પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના સોઢા તરઘરી ગામે રહેતા શિવુભા જીલુભા જાડેજાના રહેણાંક મકાન પાસે ગત મોડી સાંજે પોલીસ સ્ટાફે ચેકિંગ કાર્યવાહી કરી, આ સ્થળે રહેલા જીજે-૧૨-વી-૬૫૭૫ નંબરના ટાટા ૪૦૭ ટેમ્પોને ઢાંકીને રાખવામાં આવેલી તાલપત્રી ઊંચકાવીને જાેતા પ્રથમ તો અહીં ઘાસ તથા લીલી મકાઈ જાેવા મળી હતી. જેને બહાર કાઢી અને જાેતાં તેની નીચેથી રોયલ ચેલેન્જ અને મેકડોનવેલ નંબર વન નામની વિદેશી દારૂની પેટીઓનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો. આથી આ ટેમ્પોને પોલીસે ડ્રાઇવર મારફતે ખંભાળિયાના પોલીસ મથકમાં લાવી, ચેકીંગ કરતા તેમાંથી ૧૯૩ પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં કુલ રૂા.૮,૦૪,૦૦૦ની કિંમતની રોયલ ચેલેન્જ વ્હિસ્કીની ૧૬૦૮ બોટલ તથા રૂા.૨,૮૩,૨૦૦ની કિંમતની ૭૦૮ બોટલ મેકડોવેલ નંબર વન વિદેશી દારૂ ભરીને રાખવામાં આવ્યો હોવાનું ખુલવા પામ્યું હતું. આમ, કુલ રૂપિયા ૧૦,૮૭,૨૦૦ની કિંમતની ૨,૩૧૬ બાટલી વિદેશી દારૂ તથા રૂપિયા ચાર લાખની કિંમતના ટેમ્પો મળી કુલ રૂપિયા ૧૪,૮૭,૨૦૦નો મુદ્દામાલ કબજે કરી, પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી. સોઢા તરઘરી ગામે સ્થાનિક આસામીઓની પૂછપરછમાં દારૂનો આ જથ્થો આ ગામમાં રહેતા એક આસામીના સંબંધી અને જામનગરમાં રણજીતસાગર રોડ ઉપર આલાપ સોસાયટી ખાતે રહેતા મયુરસિંહ ગુમાનસિંહ જાડેજા મૂકી ગયા હોવાનું પોલીસમાં જાહેર થયું હતું. આથી પોલીસે આ દારૂ પ્રકરણમાં મયુરસિંહ ગુમાનસિંહ જાડેજા(રહે.જામનગર)ને હાલ ફરારી ગણી, મયુરસિંહ તથા અન્ય સંડોવાયેલા મનાતા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews