દ્વારકાથી ૨૧૫ કિ.મી દૂર આવેલા સોમનાથ સુધીની દરિયાઈ સફરનું સાહસ ૨૦ યુવાન અને યુવતીઓએ ગઈકાલે રવિવારે પ્રારંભ કર્યો હતો. આ તકે દ્વારકાના ગાયત્રી બીચ નજીક તરવૈયાઓનું સન્માન કરાયું હતું. ઈન્ટરનેશનલ સ્કુબા ડ્રાઈવર ગ્રુપને થોડા સમય પહેલા વિચાર આવ્યો કે તરૂણ યુવાનો સાથેની એક ટીમ દ્વારકાના દરિયામાં તરતાં તરતાં સોમનાથ લઈ જવા જાેઈએ. જેથી ભારતમાં પ્રથમ વખત ૧૩ થી ૨૦ વર્ષની ઉંમરના તરૂણો યુવાનોને લઈને દ્વારકાની એન.ડી.એચ. હાઈસ્કૂલના ૧૦ તથા રાજકોટના ૧૦ મળી કુલ ૨૦ યુવાનો, તરૂણો સાથે દરિયામાં સોમનાથ જવા પ્રયાણ કર્યું હતું. દ્વારકાથી સોમનાથ સુધીનો દરિયાઈ માર્ગે ૨૧૫ કિ.મી.નો છે. રોજનું અંદાજે ૨૦ થી ૨૨ કિ.મી. અંતર કાપી રાત્રે વિરામ કરી અને સવારે ફરીથી પ્રવાસ શરૂ થશે. ૫મી માર્ચ તેઓ સોમનાથ પહોંચશે તેમની સાથે દસ રેસ્કયુ બોટ, બે અન્ય બોટ તથા જરૂરી સાધનો સાથે આ રોમાંચક, સાહસ હાથ ધરવામાં આવ્યું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews