જૂનાગઢ, ઉના, રાજકોટ, ગોંડલ તથા કોડીનારમાંથી થયેલ મોબાઈલ ચોરીના બનાવનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા

0

વંથલી તાલુકાના ખોખરડા ગામની સીમમાં વાડી વિસ્તારમાં સુતેલા માણસોના ખીસ્સામાંથી ત્રણ મોબાઈ તથા રોકડની ચોરીનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. દરમ્યાન વણશોધાયેલા ચોરીઓના ગુન્હાઓનો ભેદ ઉકેલવા જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિંદર પ્રતાપસિંહ પવાર તથા જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની સુચના અંતર્ગત જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. એચ.આઈ. ભાટીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમ્યાન ચોકકસ બાતમી મળી હતી કે, મોબાઈલ ચોરી કરનાર વિક્રમ ઉર્ફે ઉટડી મકકા રહે. મેસવાણ વાળો હાલ જૂનાગઢ વંથલી વાડલા ફાટક પાસે આટા મારે છે તેવી બાતમીના આધારે પોલીસે તપાસ કરતા અને આ શખ્સને ક્રાઈમ બ્રાન્ચની કચેરીએ લાવી તેને ચેક કરતા તેના ખિસ્સામાંથી મોબાઈલ મળી આવેલ તેમજ થેલી ચેક કરતા મોબાઈલ મળી આવ્યા હતા. જૂનાગઢ, રાજકોટ, ગોંડલ, ઉના, કોડીનારથી કુલ ર૬ મોબાઈલ ચોરી કરેલાની હકીકત બહાર આવી હતી. આ શખ્સના કબ્જામાંથી રોકડ રૂા.૧પ૦૦ તેમજ મોબાઈલ ફોન ર૬ વગેરે મળી કુલ રૂા.૧,પ૩,પ૦૦નો મુદામાલ જપ્ત કરેલ છે અને તેના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!