બિલખામાં રવિવારનાં રોજ શિવમ ગૃપ તથા સમસ્ત ગ્રામ દ્વારા રકતદાન કેમ્પ યોજાશે

0

બિલખામાં આવેલ બુધ્ધનાથ પાર્ટી પ્લોટ ખાતે શિવમ ગૃપ બિલખા તેમજ સમગ્ર ગામનાં સંયુકત ઉપક્રમે તા. પ-૬-રરને રવિવારનાં રોજ એક મહારકતદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ દિવસે રકતદાન કરવા ઈચ્છતા બહેનો માટે અલગ વ્યવસ્થા રાખવામાં આવેલ છે. અને વિશેષ જે કોઈ ભાઈઓ અથવા બહેનો પોતાનું બ્લડ ગૃપ ટેસ્ટ કરાવવા ઈચ્છતા હોય એમને વિના મુલ્યે બ્લડ ગૃપ ટેસ્ટ કરી આપવામાં આવશે.
તદ ઉપરાંત આ દિવસે જૂનાગઢનાં આયુષ્યમાન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત માંકડીયા હોસ્પીટલનાં નિષ્ણાંત તબીબો દ્વારા દર્દીઓને વિના મુલ્યે સર્વરોગનું નિદાન કરી આપવામાં આવશે. આ દિવસે જે બ્લડ એકત્રીત થશે તે જૂનાગઢ સિવીલ હોસ્પીટલમાં જમા કરાવવામાં આવશે.
આ મહારકતદાન શિબિરમાં પ૦૦ કરતા પણ વધારે બોટલ એકત્રીત કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવેલ હોય શિવમ ગૃપનાં મિત્રો અને સમસ્ત ગામનાં આગેવાનો આ શિબિરને સફળ બનાવવા માટે તનતોડ મહેનત કરી રહયા છે. સાથો સાથ આ દિવસે વધુમાં વધુ લોકો દ્વારા રકતદાન કરવામાં આવે એવો અનુરોધ પણ કરવામાં આવેલ છે.

error: Content is protected !!