Friday, July 1

કેશોદમાં શ્રીઅષ્ટ વિનાયક ગણપતિ મંદિરે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

0

કેશોદના વેરાવળ રોડ નજીક ગિરીરાજ નગરમાં સાર્વજનિક પ્લોટમાં શ્રીઅષ્ટ વિનાયક ગણપતિ મંદિર સમિતિ દ્વારા ગણપતી મંદિરનું નવ નિર્માણ કરવામાં આવ્યું છે. જે મંદિરમાં શ્રીઅષ્ટ વિનાયક ગણપતિ બાપાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમીતે ત્રિદિવસીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગણપતિ બાપાના સામૈયા સાસ્ત્રોકત વિધી અનુસાર યજ્ઞ, કર્મ મુર્તી, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમીતે યજ્ઞ આચાર્ય કિશોરભાઈ રાવલ જ્યોતિષાચાર્ય દ્વારા વૈદિક મંત્રો, વૈદિક વિધીથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરાવવામાં આવી હતી. મહાપુજા યજ્ઞ કર્મનો અનેક યજમાનોએ લાભ લીધો હતો સાથે મહાપ્રસાદનો લાભ લીધો હતો. શ્રીઅષ્ટ વિનાયક ગણપતિ મંદિર સમિતિ દ્વારા ગણપતી મંદિરનું નવ નિર્માણ નિમિત્તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણીના ત્રિદિવસીય કાર્યક્રમમાં સમસ્ત ગિરીરાજ નગરના રહેવાસીઓ આમંત્રિત મહેમાનો, દાતાઓ તથા ધર્મ પ્રેમી જાહેર જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ત્રિદિવસીય મહોત્સવનો લાભ લીધો હતો.

error: Content is protected !!