Monday, July 4

કેશોદના ઈસરા ગામે રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ યોજાઈ

0

કેશોદ તાલુકાના ઈસરા ગામે ધુણેશ્વર રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટ અગાઉ ચાર વખત આયોજન થયેલ હતું. ત્યારે ફરીથી કેશોદ તાલુકાના ઈસરા ગામે ધુણેશ્વર દાદાના મંદિરના સાનિધ્યમાં સ્વ. બાવનજીભાઈ ગલાભાઇના સ્મરણાર્થે ધૂણેશ્વર રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્રભરની વિવિધ ૬૪ ટીમોએ ભાગ લીધો હતો. ત્રણ સપ્તાહથી વધુ સમય ચાલેલી રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટ ૬૪ જેટલી ટીમોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેનો ઉત્સાહ વધારવા ટુર્નામેન્ટ જાેવા માટે પણ આજુ-બાજુના વિસ્તારોમાંથી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ખેલાડીઓના ઉત્સાહને વધાર્યો હતો. રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૬૪ ટીમોમાંથી ફાઈનલ મુકાબલામાં આવકાર ઈલેવન કેશોદ અને મીણબત્તી ઈલેવન ચાખવા ટીમ વચ્ચે હાર જીતનો મુકાબલો થયો હતો. જેમાં મીણબત્તી ઈલેવન ટીમ ચાખવા વિજેતા બની હતી. ધુણેશ્વર ગૃપ આયોજીત રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટમાં કેશોદ તાલુકા સહિત આજુ-બાજુના વિસ્તારોના લોકો, આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. જે મહેમાનોના વરદ હસ્તે ફાઈનલ વિજેતા ટીમ રનર્સ ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. વિજેતા ટીમ રનર્સ અપ ટીમ તથા સારૂ પ્રદર્શન કરનાર ખેલાડીઓને શીલ્ડ, ટ્રોફી, ટી-શર્ટ સહિતના હીરાભાઈ જાેટવા દાતા બની ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો અને દાતાઓ દ્વારા ક્રિકેટ વોલીબોલ સહિત રમત-ગમતની ટીમોની યાદી તૈયાર કરી રમત-ગમતના સાધનોની કિટનું વિતરણ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. ધુણેશ્વર ગૃપ આયોજીત પાંચમી રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટમાં આયોજકો, ગ્રામજનો દ્વારા આમંત્રિત મહેમાનો, ક્રીકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ટીમો તથા ટુર્નામેન્ટ જાેવા આવતા તમામ દર્શકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

error: Content is protected !!