જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં આજે નાગપંચમીની ભાવભેર ઉજવણી : રઘુવંશી લોહાણા સમાજ દ્વારા પૂજન સહિતનાં કાર્યક્રમો યોજાયા

0

આજે અષાઢ વદ પાંચમ અને નાગપંચમીનું પર્વ હોય ત્યારે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. નાગપંચમીનાં આ પર્વને લોહાણાની નાગપાંચમ પણ કહેવામાં આવે છે. આજે નાગદેવતાની ભાવભેર ઉજવણી કરવામાં આવશે. ખાસ કરીને લોહાણા રઘુવંશી પરીવારો દ્વારા નાગદેવતાનું પુજન કરવામાં આવી રહેલ છે અને પૂજનનાં ધામિર્ક સ્થળોએ નાગદેવતાને મગ, ચણા, બાજરો, શ્રીફળ, નાગલા વગેરે દ્વારા પુજન કરી નાગદેવતાનાં પુજન સાથે પોતાના પરીવારની રક્ષા કાજે નાગદેવતાને પ્રાર્થના કરવામાં આવી રહેલી છે.

error: Content is protected !!