માંગરોળમાં શ્રી મહાલક્ષ્મી સેવા ટ્રસ્ટ તરફથી રાહત દરે ફરસાણ વિતરણ

0

શ્રી મહાલક્ષ્મી સેવા ટ્રસ્ટ, માંગરોળ દર વર્ષેની જેમ આ વર્ષે પણ આગામી તહેવારોને ધ્યાનમાં રાખી જનતા તાવડાનું સુંદર આયોજન કરેલ છે. જે અંતર્ગત ૫૦૦ ગ્રામ ચવાણું રૂા.૫૦, ૫૦૦ ગ્રામ ભાવનગરી ગાંઠિયા રૂા.૫૦, ૫૦૦ ગ્રામ સક્કરપારા રૂા.૫૦, ૧ કિલો મોહનથાળ રૂા.૧૦૦ આમ અઢી કિલો માલ રૂા.૨૫૦માં આપવાનું આયોજન કરેલ છે અને ૧૦૦૦ કિલો મિઠાઈ ફરસાણનુંુ વિતરણનું આયોજન કરેલ છે. નામી-અનામી દાતાનો આર્થિક સહયોગ પ્રાપ્ત થયેલ છે. શ્રી મહાલક્ષ્મી સેવા ટ્રસ્ટ, માંગરોળના ટ્રસ્ટી પ્રો. પ્રશાંતભાઈ ચ્હાવાલા, કિશોરસિંહ સરવૈયા, ડો. રવિ ધોળીયા સહિતના કાર્યકરોએ ખાસ જહેમત ઉઠાવેલ હતી.

error: Content is protected !!