ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે વિવિધ સમાજાે વધુ પ્રતિનિધિત્વની માંગ સાથે રાજકીય પક્ષો ઉપર દબાણ કરી રહ્યા છે. ખાસ કરીને સમાજની વસ્તીને આગળ ધરીને તેનાં આધારીત ટીકીટ માટે ભાજપ ઉપર દબાણ વધુ છે તેવા સમયે લેઉવા પાટીદાર નેતા અને ખોડલધામનાં પ્રમુખ નરેશ પટેલે પણ સમાજનો હક્ક માંગવાનું સ્પષ્ટ આહવાન કર્યું છે. લેઉવા પટેલ સમાજનાં ધર્મસ્થાન બની ગયેલા ખોડલધામનાં ચેરમેન નરેશ પટેલ ડીસામાં સમસ્ત પાટીદાર સમાજનાં કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. વિધાનસભાની ચૂંટણી મામલે તેઓએ જણાવ્યું હતું કે, પાટીદારો પોતાનો અધિકારો ચોક્કસ માંગશે. વિધાનસભાની ચૂંટણી વખતે બધુ નક્કી થશે પરંતુ જે પાટીદારોનો અધિકાર છે તે પાટીદારો ચોક્કસ માંગશે. તેઓએ કહ્યું કે, પાટીદારોની વસ્તી ઘણી મોટી છે અને તેનાં આધારે રાજકીય પ્રતિનિધિત્વ મળવું જાેઈએ એવી ચોખવટ કરતા તેઓએ જણાવ્યું કે, પોતે કોઈ એક રાજકીય પક્ષ માટે વાત નથી કરતા. તમામ રાજકીય પક્ષોને આ લાગુ પડે છે અને પાટીદારોને પુરતું પ્રતિનિધિત્વ નહી આપનાર પક્ષ સમાજ પરચો બતાવે તે સ્વાભાવિક છે. ભયભીત થયા વિના આવા અનિષ્ટોને ખુલ્લા કરવાની હાકલ કરી હતી. વાલીઓને સજાગ બનવાની સલાહ આપી હતી અને દરરોજ પરિવારનાં સભ્યો સાથે ધારાસભા યોજવાનું સુચવ્યું હતું. કાર્યક્રમમાં મોટીવેશનલ સ્પીકર નેહલબેન ગઢવી પણ હાજર હતા. સમાજમાં મહિલાઓને પોતાનું સ્થાન મજબુત કરાવ દીકરીઓને ખાસ તાલીમ આપીને તકેદારી રાખવા સૂચવ્યું હતું. સમાજનાં સ્નેહમિલન તથા તેજસ્વી તારલાઓનાં સન્માન કાર્યક્રમમાં સમાજનાં આગેવાનો ઉપરાંત રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.