અંબાજી માતાજીનાં દર્શન કરી આર્શીવાદ મેળવતા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા

0

જૂનાગઢમાં યશસ્વી ફરજ અદા કરી તમામ લોકોના હૃદયમાં સ્થાન પામેલા એસડીપીઓ પ્રદિપસિંહ જાડેજાએ વિદાય લેતા પહેલા ગિરનાર ઉપર બિરાજમાન જગતજનની માં અંબાના ભાવપૂર્વક દર્શન પૂજન કરી વિદાય લીધી હતી. જૂનાગઢ ડિવિઝનમાં છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવી રહેલા લોકોના હૃદયમાં અંકિત થયેલા ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ વિદાય વેળાએ ગિરનાર ઉપર બિરાજમાન જગતજનની માં અંબાના ભાવપૂર્વક દર્શન કરી અને પૂજન અર્ચન કર્યું હતું અને મંદિર ટ્રસ્ટ વતી મહંત તનસુખગીરી બાપુની આજ્ઞાથી વિદાય લઈ રહેલા પ્રદિપસિંહ જાડેજાને માતાજીની ચુંદડી અર્પણ કરી સન્માનિત કર્યા હતા અને દીર્ઘાયુ અને આગળ પણ લોકોના કાર્યો કરતા રહે તેવી શુભેચ્છા આપી હતી.

error: Content is protected !!