જૂનાગઢ વાલ્મીકી સમાજ દ્વારા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનું સન્માન કરાયું

0

જૂનાગઢનાં લોકપ્રિય ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનું વાલ્મીકી સમાજ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું અને આ અંગે કાર્યક્રમ યોજાયો હતો. જૂનાગઢ ખાતે ઉમદા કામગીરી દાખવનારા અધિકારીની તાજેતરમાં અમદાવાદ ખાતે બદલી થતા ગઈકાલે સન્માનનો આ કાર્યક્રમ યોજાયો હતો. સમસ્ત જૂનાગઢ વાલ્મીકી સમાજ દ્વારા વાલ્મીકી સમાજનાં પ્રમુખ દિનેશભાઈ ચુડાસમાની આગેવાનીમાં ઉપપ્રમુખ મુકેશભાઈ બોરીચા, ચંદ્રેશભાઇ ટીમાણીયા, જૂનાગઢ વાલ્મીકિ સમાજનાં જૂદા જૂદા વિસ્તારનાં સમાજનાં આગેવાનો પ્રમુખોની ઉપસ્થિતિમાં અને સફાઈ કામદાર યુનિયનનાં પ્રમુખ વિજયભાઈ વાળા અને સફાઈ કામદાર યુનિયનનાં અન્ય હોદ્દેદારો અનિલભાઈ આર. ચુડાસમા, વાલ્મીકિ સમાજ ભવનાથ ધર્મશાળાનાં આગેવાનો જૂનાગઢ મહાનગરના જુદા-જુદા વોર્ડનાં સુપર વાઈઝરો તથા આગેવાનો ભરતભાઈ પરમાર, આગેવાન કાળુભાઈ ચૌહાણ, અરવિંદભાઈ ચુડાસમા, વિજયભાઈ વાઘેલા સહિતનાં તમામ મિત્રો તથા નવ યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાની બદલી થતાં તેઓને શુભકામના પાઠવવામાં આવી હતી. આ તકે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનું ફુલહાર અને સાફો પહેરાવી બહુમાન કરવામાં આવેલ તેમજ આશાપુરા માતાજીની તસ્વીર પણ આપી સન્માનીત કરાયા હતા.

error: Content is protected !!