ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી દ્વારા DMLT કોર્ષના રિઝલ્ટમાં છબરડા બહાર આવતા અનેક વિદ્યાર્થીના રિઝલ્ટમાં ક્ષતી બહાર આવી છે. જેના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઝોખમમાં મુકાય ગયેલ હોય અને આગામી શિક્ષણનું વર્ષ બગડે એમ હોય જેના અનુંસંધાને ABVP જૂનાગઢ દ્વારા નરસિંહ મહેતા યુનિવર્સીટીને આવેદન આપી રિઝલ્ટની ક્ષતીઓ દુર કરવા માટે રજૂઆત કરી હતી. આગામી ૫ દિવસોમાં આ પ્રશ્નનું નિરાકરણ નહી આવે તો આગામી દિવસોમાં ABVP જૂનાગઢ દ્વારા આંદોલન કરવામાં આવશે એવી ચીમકી પણ આપવામાં આવી હતી. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી દ્વારા બહાર પાડેલ DMLTના રિઝલ્ટમાં રહી ગયેલ ક્ષતીને દુર કરવાના આવેદન સાથે જૂનાગઢ વિસ્તારક સંદીપસિંહ જાડેજા, જૂનાગઢ જીલ્લા સંયોજક જેનીશભાઈ ભાયાણી, યુનિવર્સીટી અધ્યક્ષ ધવલભાઈ ઝાલા સાથે જૂનાગઢના કાર્યકર્તા તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહી રજૂઆત કરવામાં આવી હતી.