જૂનાગઢમાં પોલીસ કર્મચારીની ફરજમાં રૂકાવટ : લાફો મારી સસ્પેન્ડ કરાવી નાખવાની ધમકી આપી

0

જૂનાગઢ શહેરનાં એમજી રોડ, જેનેલી શોપીંગ સેન્ટરની સામે જાહેર રોડ ઉપર બનેલા એક બનાવમાં પોલીસ કોન્સ્ટેબલની ફરજમાં રૂકાવટ કરી તેમજ સસ્પેન્ડ કરાવી નાખવાની ધમકી આપ્યોનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ ચીરાગભાઈ કરશનભાઈએ વંદીત જગદીશભાઈ મહેતા રહે.જાેષીપરા, શાંતેશ્વર મંદિર, શ્રીજી સોસાયટી, જૂનાગઢ વાળા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, ફરિયાદી પોલીસ વિભાગમાં કાયમી કર્મચારી તરીકે ફરજ ઉપર હોય આ દરમ્યાન આરોપીએ પોતાનાં હવાલાની મોટરસાઈકલ નંબર જીજે-૧૧-કેકે-૭૧૩૭ વાળીમાં આવી ફરિયાદીની મોટરસાઈકલમાં પાછળથી ભટકાડી ફરિયાદી સાથે બોલાચાલી કરી, ફરિયાદીને ગાલ ઉપર લાફો મારી, સહકર્મચારીનો કાઠલો પકડી, બિભત્સ શબ્દો કહી અને સસ્પેન્ડ કરાવી નાખવાની ધમકી આપી તેમજ ફરિયાદીનાં શર્ટનાં બટન તોડી નાખી, કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી, ફરિયાદીને ગાલ ઉપર સામાન્ય ઈજા કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવતા બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ કેે.કે.મારૂ વધુ તપાસ ચલાવી રહ્યા છે.

વાડલા ફાટકથી વંથલી જતા માર્ગ ઉપર અજાણ્યા વાહને વડફેટે લેતા અજાણ્યા પુરૂષનું મૃત્યું
વાડલા ફાટકથી વંથલી જતા માર્ગ ઉપર એક અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન બેદરકારીથી ચલાવી એક અજાણ્યા પુરૂષને ટક્કર મારી અકસ્માત સર્જેલ જેમાં અજાણ્યા પુરૂષને ગંભીર ઈજા પહોંચતા મૃત્યું થયું છે. આ બનાવ અંગે શાપુર ગામનાં સબ્બીરભાઈ સુમારભાઈએ વંથલી પોલીસને જાણ કરતા વંથલી પોલીસે બનાવનાં સ્થળે પહોંચી તપાસની કામગીરી હાથ ધરેલ છે. વધુ તપાસ વંથલીનાં પીએસઆઈ આર.વી. આહીર ચલાવી રહ્યા છે.

દોલતપરા રોડ ઉપરથી રીક્ષામાંથી દારૂ ઝડપાયો
જૂનાગઢ બી ડીવીઝન પોલીસે ગઈકાલે ચોક્કસ બાતમીનાં આધારે વોચ ગોઠવી અને દોલતપરા રોડ ઉપરથી એક રીક્ષામાંથી દારૂ ઝડપી લઈ બે સામે કાર્યવાહી કરી છે. બી ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર, બી ડીવીઝન પોલીસે સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ જેઠાભાઈ નાથાભાઈએ પોલીસમાં પરેશ નરોતમભાઈ કારીયા(ઉ.વ.રપ) તેમજ હિતેશ ઉર્ફે ટકો નરોતમભાઈ કારીયા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામનાં આરોપી નંબર-૧ પોતાનાં કબજાની રીક્ષા જીજે-૦૩-બીટી-૧૦૯પમાં ગેરકાયદેસર ભારતીય બનાવટની પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂની બોટલ શીલપેક પેટી નંગ-૪, શીલબંધ બોટલ નંગ-૪૮ તથા છુટી બોટલો નંગ-૩ મળી કુલ બોટલ નંગ-પ૧ રૂા.ર૦,૪૦૦નો મુદ્દામાલ આ ઉપરાંત વિસકીની શીલપેક પેટી નંગ-૧, બંધ બોટલ નંગ-૧ર મળી કુલ રૂા.રપ,ર૦૦નો દારૂનો મુદ્દામાલ, મોબાઈલ ફોન નંગ-૧ રૂા.પ હજારનો વિગેરે મળી કુલ રૂા.૬૦,ર૦૦નાં મુદ્દામાલ સાથે ઝડપાય ગયો હતો. જયારે હાજર નહી મળી આવેલ આરોપી નં-રએ દારૂ ભરી આપી એકબીજાની મદદગારી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા બી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ભેંસાણ તાલુકાનાં ચણાકા ગામે ઝેરી દવા પીતા મૃત્યું
મેંદરડા તાલુકાનાં સાતવડલા ખાતે રાહતનાં પ્લોટમાં રહેતી કડવીબેન કુરજીભાઈ વાઘેલા(ઉ.વ.૧પ)ને એકાદ વર્ષથી મગજની બિમારી હોય અને જૂનાગઢ સરકારી દવાખાનાની દવા ચાલુ હોય અને તે તેની મોટી બહેનને ત્યાં ચણાકા ગામે તેની બહેનને ડીલેવરી આવતા ૧પ દિવસથી ત્યાં રોકાયેલ હોય તે દરમ્યાન પોતાની મેળે એક વાડીએ ઝેરી દવા પી લેતા તેને પ્રાથમિક સારવાર ભેંસાણ સીએચસીમાં આપ્યા બાદ સરકાર હોસ્પિટલ જૂનાગઢ ખાતે લાવવામાં આવેલ જયાં સારવાર દરમ્યાન તેનું મૃત્યું થયું છે.

વંથલીનાં ધંધુસર ગામે અગ્નિસ્નાન
વંથલીનાં ધંધુસર ગામે રહેતા હમીરભાઈ ભુરાભાઈ તરખાલા(ઉ.વ.પ૦) કોઈક વાર મગજનાં અસ્થિર થઈ જતા હતા અને તેમને મગજમાં કંઈક લાગી આવતા પોતાની મેળે કેરોસીન છાટી અને શરીરે આગ લગાડી દેતા તેમનું સારવાર દરમ્યાન મૃત્યું થયું છે. વંથલી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.

વંથલીનાં રવની ગામની યુવતીનું ઝેરી દવા પીતા મૃત્યું
વંથલી તાલુકાનાં રવની ગામે રહેતા લલીતાબેન ભગવાનજીભાઈ ચોૈહાણ(ઉ.વ.૩પ)ને પોતાનાં માવતરનાં ઘરે જવું હોય અને પોતાનાં પતિએ બીજા દિવસે સવારે જવાનું કહેતા તેને લાગી આવતા પોતાની મેળે ઝેરી દવા પી લેતા તેનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે વંથલી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.

error: Content is protected !!