Wednesday, March 29

ઉપલા દાતાર બાપુનાં ઉર્ષની ભકિતભાવપૂર્વક ઉજવણી થશે

0

જૂનાગઢ નજીક આવેલા ઉપલા દાતાર ટેકરી ખાતે બિરાજમાન અને કોમી-એકતાના પ્રતિક સમી પૂ. ઉપલા દાતાર બાપુની પાવનકારી જગ્યા ખાતે મહા પર્વ ઉર્ષની ઉજવણી કરવામાં આવનાર છે. ઉપલા દાતાર બાપુનાં ઉર્ષની પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવનાર છે અને આ અંગે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવનાર છે જે અંતર્ગત આગામી તા. ૬-૧૦-ર૦રર થી તા. ૯-૧૦-ર૦રર દરમ્યાન મહાપર્વ ઉર્ષની ઉજવણી થશે જે અંતર્ગત પૂ. દાતાર બાપુનાં અલભ્ય અમૂલ્ય આભૂષણોની ચંદન વિધિ તા. ૬-૧૦-ર૦રર ગુરૂવારની રાત્રીએ થશે અને ત્યારબાદ તા.૭-૧૦-રર શુક્રવારે આરામનો રહેશે તેમજ તા.૮-૧૦-રરના શનિવારનાં રોજ રાત્રીનાં મહેંદી દિપમાલા કાર્યક્રમ યોજાશે અને તા. ૯-૧૦-રર રવિવારનાં રોજ ઉર્ષ ઉજવાશે. જેથી પૂ. દાતારબાપુનાં મહાપર્વ ઉર્ષનાં વિવિધ પ્રસંગોનાં દર્શન તથા પ્રસાદનો લાભ લેવા સર્વે દાતાર ભકતો, સેવકો તથા સર્વે હિન્દુ, મુસ્લીમ, શીખ, ઈસાઈ, પારસી સર્વે ધર્મ ભકતોને પધારવા ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવેલ છે. જગ્યાનાં મહંત ભીમબાપુ ગુરૂશ્રી પટેલ બાપુનાં માર્ગદર્શન હેઠળ આ અંગેની તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.

error: Content is protected !!