ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારની સગર્ભા મહિલા તથા બાળક માટે ૧૦૮ બની સંજીવની

0

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ૧૦૮ ટીમ દ્વારા વધુ એક વખત સરાહનીય કામગીરી કરવામાં આવી છે. ખંભાળિયાના નાના આસોટા ગામના એક મહિલાને પ્રસુતિની પીડા વધતા આ અંગે તેમના પરિવારજનો દ્વારા ઈમરજન્સી ૧૦૮ નો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેથી ખંભાળિયા-રામનગર ૧૦૮ની ટીમના ઈ.એમ.ટી. દિનેશ જાડેજા અને પાયલોટ ઈમ્તિયાઝ ભંડેરી તાકીદે આ સ્થળે દોડી ગયા હતા. અહીં રહેલા સગર્ભા મહિલાને પ્રસુતિ અનિવાર્ય હોવાથી ખંભાળિયાની હોસ્પિટલમાં પ્રસુતિ માટે લઈ જવામાં આવી રહ્યા હતા. ત્યારે આ મહિલાને પ્રસુતિની પીડા વધી જતા ૧૦૮ વાનમાં જ પ્રસુતિ કરવી અનિવાર્ય બની રહી હતી. જેથી ૧૦૮ના સ્ટાફ દ્વારા આ અંગેની તાકીદના પગલાં દરમ્યાન ગર્ભમાં રહેલા બાળકના ગળામાં ગર્ભનાળ વીંટળાઈ ગયેલ હોવા છતાં પણ ૧૦૮ના સ્ટાફે સફળતાપૂર્વક આ મહિલાની પ્રસુતિ કરાવી, માતા તેમજ નવજાત બાળકીને સલામત રીતે બચાવવામાં સફળતા મેળવી હતી. બાદમાં મહિલાને ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ૧૦૮ દ્વારા વધુ એક વખત આ નોંધપાત્ર સેવા કામગીરીથી મહિલાના પરિવારનોએ રાહત સાથે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

error: Content is protected !!