ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ નિવૃત એસટી ડ્રાઈવર યાકુબ ચાચાનું શાલ ઓઢાડી સન્માન કર્યું

0

જૂનાગઢ રેન્જના ડીઆઈજી નિલેશ ઝાંઝડિયા તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. તાજેતરમાં જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાની બદલી અમદાવાદ ખાતે થતા, એક અજાણ્યા નંબર(૯૮૨૫૫ ૧૫૯૧૩)થી વોઇસ મેસેજ આવ્યો. વોઇસ મેસેજમાં સિનિયર સિટીઝન દ્વારા ડીવાયએસપીની બદલી બાબતે પોતાને દુઃખ થયેલ છે, પોતે તેમના સારા કામથી પરિચિત છે, પોતે એકવાર મળવા આવેલ પણ મળી શકાયું નથી. પોતે અવારનવાર ખ્વાજા ગરીબ નવાઝના દર્શને જાય ત્યારે ડીવાયએસપી માટે દુઆ માંગે છે, પોતે ડીવાયએસપી જાડેજાને એસપી તરીકે જાેવા માંગે છે, વિગેરે લાગણી સભર ભાષામાં જણાવેલ. આ યાકુબ ચાચાનો વોઈસ મેસેજ આવ્યો હતો. એટલે ડીવાયએસપી જાડેજાને એમ થયું કે, માણસને હું ઓળખતો નથી, એનું કામ પણ નથી કર્યું, છતાં મારા ઉપર લાગણી છે. મારા માટે ગરીબ નવાઝમાં પ્રાર્થના કરે, બદલીથી દુઃખ થાય, જેને કાઈ લેવા દેવા નથી, એસપી તરીકે જાેવા માંગે છે, એટલે આને મળવું પડે, જેથી તેઓએ યાકુબ ચાચાને ફોન કરીને પોતે મળવા માંગે છે, તો યાકુબ ચાચાએ પોતે જ સાંજે ડીવાયએસપી ઓફીસ આવવાનું જણાવેલ હતું. સાંજના સમયે યાકુબભાઈ બ્લોચ રેલવે સ્ટેશન સામે, ડીવાયએસપી કચેરી પહોંચી ગયા. ડીવાયએસપી જાડેજા તથા સ્ટાફ દ્વારા તેઓને ચા-પાણી પાઈને, લોકો જૂનાગઢમાંથી વિદાય લેતા ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાનું સન્માન કરતા હોય, ત્યારે ડીવાયએસપી જાડેજા દ્વારા સામન્ય લાગણીશીલ માણસ યાકુબ ચાચાને તેઓની જૂનાગઢ પોલીસની નિઃસ્વાર્થ લાગણી બાબત સાલ ઓઢાડી, સન્માન કરવામાં આવ્યું હતું. ડીવાયએસપી કચેરી ખાતે આવેલ સામાન્ય અદના આદમી એવા સિનિયર સિટીઝન યાકુબ ચાચાને અનેરૂ માન મળતા, યાકુબ ચાચાએ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને આશીર્વાદ આપી, આભારની લાગણી વ્યક્ત કરી, ભાવવિભોર થયા હતા. ડીવાયએસપી જાડેજા દ્વારા પણ યાકુબ ચાચાને ભલે પોતાની બદલી થઈ ગઈ પણ કોઈ જરૂરિયાત હોય તો ગમે ત્યારે ફોન કરવા જણાવી, મદદ કરવા તત્પરતા બતાવી હતી. ફરીવાર પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરતો, સામન્ય માણસની પોલીસ પ્રત્યેની લાગણી અને પોલીસ અધિકારી દ્વારા અદના આદમી એવા સિનિયર સિટીઝન રિટાયર્ડ એસટી ડ્રાઇવર યાકુબભાઈ બ્લોચ ઉર્ફે યાકુબ ચાચાને આપવામાં આવેલ સન્માન કરવાનો કિસ્સો જૂનાગઢ શહેરમાં ટોક ઓફ ધ ટાઉન કિસ્સો સાબિત થયેલ છે.

error: Content is protected !!