દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ બ્રહ્મલીન થતા ષોડસી સમરાધના કાર્યક્રમ યોજાયો

0

અનંતશ્રી વિભૂષિત જ્યોતિષપીઠાધીશ્વર અને દ્વારકાશારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ બ્રહ્મલીન થયા અને ત્યારથી આજ સુધી શ્રી શારદાપીઠ મઠ, શંકરાચાર્ય આશ્રમમાં આ નિમિત્તે ચતુર્વેદ પારાયણ, બ્રહ્મસૂત્ર પારાયણ, દશોપાનિષત્‌ પારાયણ, શ્રીમદ્‌ ભાગવત મહાપુરાણ પારાયણ, વેદાંત પરાયણ, શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા પારાયણ તથા વિષ્ણુ સહસ્ત્રનામ પારાયણ જેવા ધાર્મિક કાર્યો સંપન્ન થયા છે. આજે તા.ર૩ના રોજ બ્રહ્મલીન શંકરાચાર્ય મહારાજની ષોડસી નિમિત્ત ગુરૂગાદી ઉપર ભગવાન શાલિગ્રામનું પૂજન તથા બ્રહ્મલીન પૂજ્ય મહારાજનું પુજન તથા બપોરે બાર વાગ્યે ભંડારો (ગુરૂ પ્રસાદ) સંપન્ન કરવામાં આવેલ. આ ઉપરોક્ત ષોડસી સમરાધના કાર્યક્રમમાં સમગ્ર સનાતન ધર્માનુરાગીઓએ લાભ લઈ બ્રહ્મલીન પૂજ્ય મહારાજશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા તેમ બ્રહ્મચારી નારાયણાનંદજીની યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!