રાજ્ય સરકાર દ્વારા હાલ પ્રાકૃતિક કૃષિ ખેડૂતો અપનાવે તે માટે સઘન પ્રયત્નો કાર્યો કરવામાં આવી રહ્યા છે અને સરકાર દ્વારા અલગ અલગ માધ્યમોથી પ્રાકૃતિક કૃષિનો પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. આ જુંબેશના ભાગ રૂપે આત્મા પ્રોજેકટ દ્વારા જૂનાગઢ જિલ્લાનાં માંગરોળ અમૃત બાગ ખાતે પ્રાકૃતિક કૃષિની સમજ આપવા માટે એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું. આ તાલીમમાં પ્રાકૃતિક ખેતીનાં સંયોજક ડો. ડી.એલ. વરમોરા, ડો. એસ.બી. ભુવા(આસિસ્ટન્ટ રિસર્ચ સાયંટીસ્ટ-અમ્રુત બાગ માંગરોળ) દ્વારા ગાય આધારિત ખેતી અંગેનું માર્ગદર્શન આપેલ જેમાં પ્રાકૃતિક કૃષિનાં મુખ્ય આધાર સ્તંભો બીજામૃત, જીવામૃત, આચ્છાદન, મિશ્ર પાક પધ્ધતિ અને રોગ જીવાત માટે જુદા-જુદા અસ્ત્રોની બનાવટ તેમજ તેના વપરાશ વિષે સચોટ માર્ગદર્શન આપવામાં આવેલ હતું. તેમજ પશુપાલન વિષે અને હાલ ચાલી રહેલ લમ્પી વાયરસ અંગે ડો. નંદાણિયાએ માર્ગદર્શન આપેલ હતું. આ તકે ખેડૂતો પોતાની ઓછામાં ઓછી એક એકર જમીનમાં પ્રાકૃતિક કૃષિ અપનાવે અને પોતે જેરમુક્ત ખેતપેદાશો પોતાના માટે તેમજ પોતાના સગા વ્હાલા માટે ઉત્પાદન કરે અને તેનો વપરાશ કરે એ બાબતે ખેડૂત ભાઈ-બહેનોને શપથ લેવડાવવામાં આવેલ હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આત્મા પ્રોજેકટની ટીમમાં બી.ટી.એમ. ઈશિતાબેન જાલા તથા એ.ટી.એમ. હરસુખભાઇ કાથડ અને હિતેશભાઇ ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું હતું.